બે ધારાસભ્યોએ કોંગ્રેસ-જેડીએસ સરકારને આપેલું સમર્થન પરત લીધું

0
9

બેંગલુરુ,તા.૧૫
કર્ણાટકના બે ધારાસભ્યોએ સરકારે આપેલું પોતાનું સમર્થન પરત લઈ લીધું છે. સમર્થન પરત લેનારા ધારાસભ્યોના નામ એચ નાગેશ અને આર શંકર છે. એચ નાગેશ મુલાબાગિલૂ સીટી ઉપરથી અપક્ષ ધારાસભય છે. બીજી તરફ, આર શંકર રેનેબેન્નૂર વિધાનસભા સીટથી કેપીજેપીના ધારાસભ્ય છે. ઉલ્લેખનીય છે કે, તેઓ વિધાનસભામાં કેપીજેપીના એકમાત્ર ધારાસભ્ય છે.
બંને ધારાસભ્યોએ કર્ણાટકના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને પત્ર લખ્યો છે. આ પત્રમાં બંનેએ લખ્યું છે કે તેઓ જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધન સરકારથી પોતાનું સમર્થન તાત્કાલીક અસરથી પરત લઈ રહ્યા છે. બંને એ આ સંબંધમાં રાજ્યપાલથી જરૂરી પગલા લેવાની વિનંતી કરી છે.
કર્ણાટકમાં ભાજપના એક સિનિયર ધારાસભ્યએ કહ્યું કે, હાઈ કમાન્ડને લાગે છે કે જા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસ એક સાથે ચૂંટણી લડશે તો ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ જશે. કર્ણાટકમાં વધારે સીટો જીતવી ખૂબ જ જરૂરી છે. આ ત્યારે જ શક્્ય છે જ્યારે રાજ્યમાં અમારી પોતાની સરકાર હશે. એક વાર સત્તાથી બહાર થયા બાદ જેડીએસ એકલી ચૂંટણી લડશે કે પછી સર્વાઇવલ માટે તે એનડીએમાં પણ સામેલ થઈ શકે છે. કોંગ્રેસનો આત્મવિશ્વાસ તૂટી જશે. તેથી અમારા નેતા એક અંતિમ વાર તખ્તાપલટાનો પ્રયાસ કરી શકે છે. જાકે, કર્ણાટક ભાજપ અધ્યક્ષ અને પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ આ અહેવાલોને ફગાવી દીધા છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોનું ભાજપ સાથે સંપર્કમાં હોવાની વાત માત્ર અફવા છે અને તે વાત સાચી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY