બેંગ્લુરુ,તા.૧૩
કર્ણાટકમાં જેડીએસના પ્રદેશ અધ્યક્ષ એચ. વિશ્વનાથે પૂર્વ સીએમ સિદ્ધારમૈયા પર નિશાન સાધતા જણાવ્યુ હતુ કે, તેમના કેટલાક ચેલાઓ ઈચ્છે છે કે, સિદ્ધારમૈયા ફરીવાર સીએમ બને. સિદ્ધારમૈયાએ પોતાના કાર્યકાળમાં કોઈપણ પ્રકારનું કામ કર્યુ નથી. સિદ્ધારમૈયાના કારણે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ૧૩૦થી ઘટીને ૭૮ પર આવી ગઈ તેમ છતા તેમના કેટલાક સમર્થકો સિદ્ધારમૈયાને સીએમ બનાવવાની માગ કરી રહ્યા છે.
પરંતુ કુમારસ્વામી ચાર વર્ષ સુધી મુખ્યમંત્રી રહેવાના છે. તેમને કોઈપણ હટાવી શકે તેમ નથી. વિશ્વનાથે આપેલા આ પ્રકારના નિવેદન બાદ કર્ણાટકમાં ઘમાસાણ સર્જાયુ છે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ આ મામલે જણાવ્યુ કે, સીએમ કુમારસ્વામીના આદેશ વગર વિશ્વનાથ આ પ્રકારની ટિપ્પણી ન કરી શકે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



