લંડન,તા.૧૬
યુરોપિયન અંતરીક્ષ એજન્સી દ્વારા બ્રિટનમાં બનેલું અંતરીક્ષ યાન બુધ ગ્રહની યાત્રા કરવામાં માટે નીકળશે. આ અભિયાનનો મુખ્ય હેતુ સૂર્યની સૌથી નજીકના ગ્રહમાં પાણી છે કે નહી તે તપાસવાનું છે. યુરોપીય અંતરીક્ષ એજન્સીના બેપીકોલોમ્બો અભિયાન હેઠળ બે કૃત્રિમ ઉપગ્રહ સૂર્ય પર મોકલવામાં આવશે જે બુધ ગ્રહ વિશેની જાણકારી શોધશે. બુધ ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર ૯ બિલિયન કિલોમીટર છે.
બેપીકોલોમ્બો એરક્રાફ્ટ ૨૦ ઓક્ટોમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહને બુધ ગ્રહ સુધી પહોચતા સાત વર્ષ લાગશે. ઉલ્લેખનીય છે કે બુધ ગ્રહ પર તાપમાન ૪૫૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોચી જાય છે.
આ ઉપગ્રહને તૈયાર કરનાર બ્રિટન યુનિવર્સીટીના પ્રોફેસર એમ્મા બંસે કહ્યું હતું કે બુધ ગ્રહ સાથે સંકળાયેલી ઘણી જારદાર વાતો છે, જે આપણને હજુ સુધી ખબર નથી. આ અભિયાન દ્વારા બુધ ગ્રહ પર પાણી છે કે નહી તે જાણી શકાશે તેવું લાગી રહ્યુ છે.
સૂર્યમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ બુધ છે. તેમ છતાં બુધ થોડો નમેલો છે જેના લીધે તેના કેટલાક ભાગમાં છાયડો રહે છે.આ ભાગનું તાપમાન શૂન્ય પરતા પણ ઓછુ હોય છે. જેના લીધે આ ગ્રહ પર બરફ હોવાની શક્્યતા જણાઈ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



