નાંદોદ ના આમલેથા ગામે 25 થી વધુ લોકો ડાયેરિયા ની લપેટમાં આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું

0
258

નવરાત્રી માં એક ફળિયામાં જમણવાર રાખ્યો હોય ગામ લોકો જમતા તેલની જગ્યાએ દિવેલ વપરાતા થઇ સમસ્યા ?

તેલ કંપનીઓ ના ભેળસેળને કારણે ઘટના બની, સીંગતેલના ડબ્બામાં દિવેલ મિક્ષ હોવાનો ગ્રામજનો નો આરોપ

રાજપીપળા: નાંદોદ તાલુકાના આમલેથા ગામના ઉઘરાદાર ફળિયામાં નવરાત્રી પર્વે હવન રાખવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક ફળીયા અને આજુબાજુના લોો ાટે જમણવાર રાખવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ખાતા ગ્રામજનો ને ઝાડા ઉલ્ટીની ફરિયાદો આવતા આરોગ્ય વિભાગ તાત્કાલિક પહોંચી જતા પરિસ્થિતિને કાબુમાં લીધી જોકે ગ્રામજનોએ એવો આક્ષેપ કર્યો છે કે ગામની દુકાનમાંથી જે સીંગતેલ લીધું એ સીંગતેલ ભેળસેળ યુક્ત હોય જેમાં દિવેલ નીકળતા આ ઝાડા ઉલ્ટીના કેશો બન્યા છે ત્યારે આ તેલ કંપનીઓ ના ભેળસેળને કારણે લોકો બિનરીમાં સપડાયા હતા ત્યારે આવી ગંભીર બાબતે આરોગ્ય ની સાથે તમામ લાગતા વળગતા અધિકારીઓ તેલ કંપની વિરુદ્ધ કડક પગલાં લે અને યોગ્ય દંડ કરે એ જરૂરી છે અને આવનારા દિવસો માં આવી ભૂલો માટે સરકારે જેમના પર ચોક્કસ લગામ કસવી જરૂરી બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લા ના આમલેથા ગામના ઉઘરાદાર ફળિયામાં રહેતા રહેશ બચુ વસાવા ના ઘરે નવરાત્રી પર્વે ઓમ રાખવામાં આવ્યો હતો જેમાં ઓમ બાદ રાત્રે જમણવાર કરવામાં યો જેમાં દાળ ભાત શાક અને લાપસી બનાવવા માં આવી હતી આ લાપસી બનાવવા એક દુકાનમાંથી સીંગતેલ નો ડબ્બો લેવામાં આવ્યો જોકે સીલબંધ ડબ્બા માં કંપની ની ભૂલ ને કારણે દિવેલ ના ડબ્બા પર લેબલ લાગી ગયું હશે કે જે પણ ભૂલ કંપની દ્વારા થઈ હોય પરંતુ ેનાથી અજાણ વેપારીએ સીંગતેલ સમજી આ ગ્રામજનો ને એ ડબ્બો તેલ નો સમજી આપ્યો પરંતુ અંદર દિવેલ મિક્સ હોય જેમાં આ દિવેલથી બનેલ લાપસી ખાતા ખાસ કરીને નાના બાળકો અને મહિલાઓને ઝાડા ઉલટી થયાની ફરિયાદ આવી જેથી તરોપા આરોગ્ય કેન્દ્રને જાણ કરતા મેડિકલ ઓફિસર ડો. વિજિયા વસાવા પોતાની ટીમ સાથે આવી સર્વે હાથ ધર્યો અને તમામ અસર પામનાર ની સારવાર કરી હતી આ સાથે આરોગ્ય આધિકારી ડો.આર.સી.કશ્યપ, અને બી એચ ઓ ડો.સુમન પણ તાત્કાલિક દોડી આવ્યા હતા.

સ્થાનિક દુકાનમાંથી સીંગતેલ લીધું હતું જેમાં દિવેલ નીકળ્યું હતું જેનાથી જમવાનું બનાવ્યુ હતું ખાસ કરીને લાપસી બનાવી તે દિવેલ હોવાને કારણે જેની અસર થઇ અને ઝાડા ઉલ્ટી ની અસર થઇ જોકે આરોગ્ય વિભાગે આવી સારવાર કરી પરંતુ સરકારે જે ભેળસેળ કંપનીઓ છે જેમનાથી આટલી મોટી ભૂલ થઇ છે જેમની સામે પગલાં લેવા જોઈએ >>>>રહેશ વસાવા સ્થાનિક રહીશ

આમલેથા ગામે જમણવાર માં જમવાથી ઝાડા ઉલ્ટીના કેશો નોંધાયા હતા જેમાં 25 જેટલા કેશો હતા જોકે ખાસ ગંભીર બાબત ન હતી નોર્મલ હતું છતાં આખા ગામમાં સર્વે કરાવ્યું છે અને કોઈ ખાસ ચિંતા જેવું નથી : ડો.વિજિયા વસાવા મેડિકલ ઓફિસર તરોપા

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY