ગાંધીધામ એલ.સી.બી.એ પવનચક્કીના કેબલ વાય૨ સાથે એક ઈસમને દબોચી લીધો

0
69

ભુજ કચ્છ: ગાંધીધામની મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા મળેલ સુચના મુજબ એલ.સી.બી. પૂર્વ કચ્છ,ગાંધીધામના પોલીસ ઈન્સ્પેકટર જે.પી. જાડેજાને બાતમી હકીકત મળેલ કે , કાસમ જુસબ કુંભાર રહે – ઈમામચોક સુંદરપુરી વાળો સફેદ કલરની બોલેરો કેમ્પર ગાડીમાં પવન ચક્કીના કેબલ વાયર ચોરી અંજા૨થી ગાંધીધામ તરફ આવી રહેલ છે તેવી સચોટ બાતમી હકિકત આધારે એરપોર્ટ ચા૨ ૨સ્તા પાસે વોચમાં હતા તે દ૨મ્યાન આવતા સફેદ બોલેરો ગાડી આવતા તેને ઉભી રાખી જોતા એક ઇસમ બેઠેલ હોય તેનું નામ ઠામ પુછતા કાસમ જુસબ કુંભાર ૨હે – ઈમામચોક સુંદરપુરી જણાવતા બોલેરો ગાડી ચેક ક૨તા ગાડીના પાછડના ભાગે કેબલ વાયરો પડેલ હોય જેના આધાર પુરાવા માંગતા ન હોવાનું જણાવેલ જેથી કેબલ વાયરની તપાસ કરાવતા અંજાર પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૩૧૪/૧૮ ઈ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુનો જાહે૨ થયેલ છે જેથી આ પવનચક્કીના કેબલ વાયર અંગે વધુ પુછપરછ કરતા આ કેબલ તેને તેના મિત્ર સલીમ તથા મનીષ રહે બંને વીડી તથા બીજી એક અજાણયા ઈસમ સાથે મળી ગઈ કાલે રાત્રે કુંભારીયા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાંથી ચોરી કરેલ કબુલાત કરતા સી.આર.પી.સી. ૧૦૨ તળે પવનચક્કીના કેબલ વાયરો અને બોલેરો કેમપર ગાડી કબજે કરેલ અને સી.આર.પી.સી. ૪૧(૧) ડી મુજબ આ ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે મુદામાલ તેમજ આરોપીને અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા
9714065405

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY