નર્મદા અને સુરત જિલ્લા ના બે બાઈક ચાલકો વચ્ચે અકસ્માત: બંને ના ઘટના સ્થળેજ મોત

0
144

ધુળેટીના દિવસે ડેડીયાપાડા ના ચીકદા પાસે બે બાઈકો સામ સામે ભટકતા બંને ચાલકોના મોત,પાછળ બેઠલા બેને ગંભીર ઇજા

રાજપીપલા:
પ્રાપ્ત વિગતો અનુસાર સાગબારા તાલુકાના મોવી ગામના વિપુલ મગન વસાવા પોતાની બાઈક નં જી.જે.22 ઈ 7775 લઈ કામ અર્થે જતા હતા તે દરમિયાન સામેથી આવતી જી.જે.19 એ.ડી.2948 ના ચાલાક પ્રદીપ ગણપત વસાવા રહે,પીનપુર તા.ઉમરપાડા ,જી.સુરત ની બાઈક ડેડીયાપાડા ના ચિકદા ગામ પાસે  જોરદાર રીતે વિપુલ ની બાઈક સાથે ભટકાતાં બંને બાઇકોના ચાલકો અને પાછળ બેઠેલા ચારેય ફંગોળાઈ ગયા જેમાં બાઈક હંકારનાર વિપુલ વસાવા અને પ્રદીપ વસાવા નું ઘટના સ્થળેજ ગંભીર ઇજાના કારણે કમકમાટી ભર્યું મોત થયું હતું જયારે પાછળ બેસેલા અન્ય બે વ્યક્તિઓને ઇજા થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા અકસ્માત ની જાણ થતાંજ ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાશ હાથ ધરી છે .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY