ભચાઉ,તા.૪
સુરજબારી બંદર પાસે રેલવેના જુના પુલની સમારકામની કામગીરી દરમિયાન અકસ્માત થયો હતો. રેલવે પુલ પરથી ટ્રેન પસાર થતાં પુલ વાઇબ્રેટ થતાં કામગીરી કરતાં મજૂરો ખાડીમાં પટકાયા હતા. જેમાં બે મજૂરના પટકાતા મોત નિપજ્યા હતા.
પુલ ઉપર કામ કરતા પાંચ લોકોને ઇજાઓ થતાં ૧૦૮ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પુલ પર પટકાયેલા વધુ બે લોકો પાણીની ખાડીમાં પડતા સામખયારી પોલીસ તેમજ સુરજબારી ચેરા વાંઢ ગામના લોકોને મદદથી બોટ તેમજ ટોલ નાકાની ક્રેન વડે બહાર કાઢવામાં આવ્યા હતા. જાકે તેમને બચાવી શકાયા ન હતા. બંનેના મૃતદેહોને પીએમ માટે લાકડીયા સીએચસી સેન્ટર ખસેડાયા હતા.
બબલુ ઉર્ફ ઈશ્વરલાલ વિષ્ણુ ગોતે (ઉ.વ.૨૭, મહારાષ્ટ્ર) અને શૈલેષ ફતેસિંગ જાટ (ઉ.વ.૨૫, રાજસ્થાન)ના મોત થયા હતા. જ્યારે લક્ષ્મણ માનકરાવ દાંડેકર (ઉ.વ.૨૮), રાજકુમાર ભગવાનજી ખુલવા (ઉ.વ.૨૨) અને કિશોર રામજી ગોતે (ઉ.વ.૩૦)ને ઈજાઓ પહોંચી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




