કાચી પડેલી આઈએલ એન્ડ એફએસના એમડી રમેશ બાવાએ રાજીનામું આપ્યુ

0
11

ન્યુ દિલ્હી,તા.૨૨
આર્થિક કટોકટીથી ઘેરાયેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ (આઇએલ એન્ડ એફએસ) ગ્રુપના હેડમાં હલચલ મચી છે. આ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર અને ચીફ એકજીકીયુટીવ ઓફિસર- સીઇઓ રમેશ બાવાએ રાજીનામું આપ્યું છે.
બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે આઇએલ એન્ડ એફએસ ગ્રૂપે કૌશિક મોડકને નવા ચીફ એકજીકીયુટીવ તરીકે નિયુક્ત કર્યા છે. આઇએલ એન્ડ એફએસ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિ. દ્વારા બીસઈને જણાવાયું છે કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એકજીકીયુટીવ ઓફિસર રમેશ સી બાવાએ ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૮ થી રાજીનામું આપ્યું છે. કંપનીએ બીએસઈને એ પણ જણાવ્યું હતું કે તે ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ આઇડીબીઆઇ બેંકને ક્રેડિટ પેમેન્ટ લેટરના સંદર્ભમાં તેમની જવાબદારી પૂરી કરવામાં સક્ષમ નથી.
ચાર ઇન્ડીપેન્ડેન્ટ ડીરેક્ટર્સ રેનુ ચલ્લુ, શુભલક્ષ્મી પન્સે, ઉદય વેદ અને એસ. કોહલી સહિતના પાંચ ડિરેક્ટરોએ પણ બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. એ ઉપરાંત બિન-એકજીકીયુટીવ ડિરેક્ટર વિભવ કપૂરે પણ બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે.
આઇએફ એન્ડ એફએસ ની પેટાકંપની આઈએફઆઈએન ત્રણ અઠવાડિયા પહેલા વેચાણ માટે મૂકવામાં આવી હતી પરંતુ સંભવિત રોકાણકારો તેના ઊંચા ખરાબ દેવા અને તાજેતરનાં ડિફાલ્ટ્‌સ પર ચિંતિત હોવાથી કોઈ પણ ખરીદનારને શોધવામાં નિષ્ફળ રહ્યા છે. આઇએફઆઇએન કંપનીની નાણાંકીય નીતિ જાતાં ભારતીય રીઝર્વ બેન્કે તાજેતરમાં તેની નાણાકીય તેવાઓને ડિફોલ્ટ કરી હતી તે પછી વ્યાપારી બજારમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુક્યો છે તેથી આ કંપનીના રોકાણકારોમાં હલચલ મચી ગઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY