પ્યોંગયોંગ,તા.૪
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બીજી મુલાકાતના બે મહિના બાદ નોર્થ કોરિયાએ શનિવારે શોર્ટ રેન્જ મિસાઇલનું પરિક્ષણ કર્યુ. સાઉથ કોરિયાના સ્ટાફ ચીફ તરફથી જણાવવામાં આવ્યું છે કે, નોર્થ કોરિયાએ સાઉથવેસ્ટર્ન વોનસાનથી પૂર્વ ક્ષેત્ર તરફથી અને સ્થાનિક સમયાનુસાર ૯.૦૬ મિનિટે મિસાઇલ છોડી. એક અંદાજ મુજબ આ પરિક્ષણથી અમેરિકાના કોરિયન પેન્નિનસુલામાં શાંતિની પહેલને ધક્કો લાગ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, કિમ જાંગ-ઉનના આ મિસાઇલ પરિક્ષણને અમેરિકાએ ગંભીરતાથી લીધું છે. અમેરિકા અને સાઉથ કોરિયા સહયોગી રીતે તેની સમીક્ષા કરી રહ્યા છે. કિમ ગત મહિને પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને મળવા રશિયા ગયા હતા. તે સમયે રશિયા તરફથી આર્થિક મદદનો ભરોસો અપાવ્યો હતો.
૧૨ જૂન, ૨૦૧૮ના ટ્રમ્પ સાથે પહેલીવાર ઐતિહાસિક મુલાકાત બાદ નોર્થ કોરિયાએ કોઇ બેલાસ્ટિક મિસાઇલ-પરમાણુ પરિક્ષણ નથી કર્યુ. આ અગાઉ કિમ જાંગ હાઇડ્રોજન સહિત ૬ પરમાણુ પરિક્ષણ કરી ચુકવ્યા હતા. ત્યારબાદ પ્રેસિડન્ટ ટ્રમ્પ અને કિમ જાંગની વચ્ચે ૨૮ ફેબ્રુઆરીના રોજ વિયેતનામમાં મળેલી બીજી સમિટ નિષ્ફળ રહી હતી. જો કે, બંને દેશોની વચ્ચે હથિયારોની સ્પર્ધા ખતમ કરવાને લઇને વાતચીતનો દોર યથાવત છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




