ભચાઉ,તા.૨૬
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના હત્યા કેસમાં છબીલ પટેલને ભચાઉ કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસના અનુસાર તેને એક એસયુવી કારમાં એક વ્યક્તિ ૫ લાખ આપી ગયો હતો. પરંતુ તે કોણ હતો તે અને હત્યામાં સામેલ એક રાજકારણી પણ છે તેના વિશે છબીલ ડરથી કંઈ કહી રહ્યો નથી.
રિમાન્ડ પૂરા થતાં ભચાઉ કોર્ટમાં છબીલને હાજર કરાયો હતો. જ્યાં પોલીસે વધારે રિમાન્ડની માગ કરતાં કોર્ટે વધુ ૩ દિવસના રિમાન્ડ આપ્યા હતા અને છબીલને ૨૮મી સુધી રિમાન્ડ પર મોકલ્યો હતો.
છબીલનો ઉપયોગ કરીને જયંતીનો કાંટો કાઢવાનું કામ બીજા અન્ય રાજકારણીએ પાડ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે. તેણે છબીલને જેલમાં નાંખીને ભાનુશાળીનું પત્તુ કાપ્યું હોવાનું કહેવાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




