ઉનની સગીર છોકરી પર વારંવાર ચાર યુવકો દ્વારા કરાતો બળાત્કાર

0
11

જુદા જુદા સમયે ચાર યુવકોએ બળાત્કાર કરતા છોકરીને ગર્ભ રહી ગયો
સુરત, તા.૧૭
સગીર વયની કિશોરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાર યુવકોએ અલગ-અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ સચીન જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયો હતો. આ બળાત્કારની ઘટના પાંચેક મહિના પહેલા બની હતી.
સચીન જીઆઈડીસી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉન વિસ્તારમાં રહેતાં શ્રમજીવી પરિવારની ૧૬ વર્ષીય કિશોરીને આરોપી સદ્દામ, પન્પ, બાબુ, છોટુ રહે. તમામ ઉનએ શરીર સંબંધ બાંધવા માટે વારાફરતી જાનથી મારી નાંખવાની ધમકી આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી.
સચીન જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી હતી. કિશોરી અનુસૂચિત જનજાતિની હોવાથી આ કેસની તપાસ એસસી/એસટી સેલને સોંપવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભોગ બનનાર કિશોરી ઉપર બળાત્કાર ગુજારનારા ઉન વિસ્તારના યુવકો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY