વલસાડ, તા.૧
વલસાડના ભાગડાવડા અને ભાગડાખૂર્દ ગામે દરિયાના ખારા પાણી ગામમાં પ્રવેશતા જમીન અને ભૂગર્ભ વળને નુકશાન થતુ અટકાવવા વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલે દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને જળ સંપત્તિ વિભાગના મંત્રીશ્રીને રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઇ જળ સંપત્તિ વિભાગના મંત્રીશ્રી પરબતભાઇ પટેલ દ્વારા પાળા બનાવવા માટે રૂ.૩૬૮.૬૮ લાખની ગ્રાંટ મંજુર કરવામાં આવી છે. આ કામો મંજુર થવાથી વર્ષો જુની માંગ સંતોષાશે જેથી ગામલોકોમાં ખુશીનો માહોલ છે. આ કામની વહીવટી તેમજ ટેન્ડરીંગની પ્રક્રિયા બાદ શરૂ કરાશે તેમ વલસાડ ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલે જણાવ્યું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




