ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે કે તાજેતરમાં મુન્દ્રા તાલુકાના છસરા ગામે બનેલ બનાવ સબ્બ હાલમાં અમુક અસામાજિક તત્વો દ્વારા બંને કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી પોતાના ફાયદા સારુ અમુક વોટ્સએપ તેમજ ફેસબુકના માધ્યમો દ્વારા થતી ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે એ ખૂબ જ ગંભીર બાબત છે અને આવી ખોટી અફવાઓથી ખોટું વૈમનસ્ય ઉભો ન થાય, શાંતિ અને ભાઈચારો જળવાઇ રહે તે માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આવી રીતે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓથી તથા ખોટા ફોટા, વિડિયો કે ઓડિયો મેસેજ વાયરલ ન કરવા તેમ છતાં જો કોઈપણ અસામાજિક તત્વો દ્વારા આવી રીતે સોશિયલ મીડિયા પર અથવા અન્ય કોઇ પણ રીતે ખોટી અફવાઓ ફેલાવી ને ભયનું વાતાવરણ આવશે તો કચ્છ જિલ્લા પોલીસ દ્વારા તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવી ખોટી અફવાઓથી પ્રેરાઈને કોઈપણ વ્યક્તિએ કાયદો હાથમાં લેશે તો તેની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
આજરોજ ૧૨:૨૫ વાગે આરોપી કાર્તિક દેવકરણ ભરવાડ ગામ મોરથલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાએ થોરડી ગામમાં ફટાકડાની દુકાનમાં લાગેલા વીડિયોને “ચાર આહીર યુવાનોના મર્ડર બાદ આહીર સમાજે છસરા ગામ સળગાવી દીધુ અને બેના મર્ડર કર્યા મુન્દ્રા કચ્છમાં”આવા શીર્ષક હેઠળ વીડિયોનું સોશિયલ મીડિયામાં પ્રસારી કરી આહીર તથા અને કોમના વચ્ચેના લોકોમાં દુશ્મનાવટ ધિક્કારીની તેમજ દ્વેષ ની લાગણી ઉત્પન્ન કરાવી ભેય ગભરાટ પેદા કરી રાજ્યની શાંતિ જોખમાય તથા અંદરોઅંદર વૈમનસ્ય ફેલાય અને તેને કારણે કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવું કૃત્ય કરેલ હોય તેના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ જ રીતે આજરોજ અનવર બાપડા નામના આરોપીએ ફેસબુક પર કોમી વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ કરી હતી તેના વિરુદ્ધમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે.
ખોટી અફવા ફેલાવતા અસામાજિક તત્વો ઉપર સાયબર સેલ કચ્છની સતત દેખરેખ રાખવામાં આવી રહી.
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




