સુરત: પુત્રના એન્જિનિયરિંગ કોલેજની મસમોટી ફીની ચિંતામાં દંપતીએ જીવન ટૂંકાવ્યું

0
319
પુત્રના કોલેજના એડમિશન માટે પૈસાની વ્યાવસ્થા ક્યાંથી કરશે તેની ચિંતામાં હતા પાટીલ દંપતી

લિંબાયત વિસ્તારમાં પતિ-પત્ની દ્વારા એક સાથે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પુત્રના એન્જિનીયરિંગ કોલેજમાં એડમિશન અને ફીની ચિંતાના કારણે આ દંપતીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. લિંબાયત શુભાષ નગર વિસ્તારમાં રહેતા પાટીલ દંપતી સંજય (ઉ.વ.48) અને તેની પત્ની મીના (ઉ.વ. 40) એ પંખાના હુક સાથે સાડી બાંધી એક છેડે પતી અને બીજા છેડે પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સંજય પાટીલના પુત્ર એ હાલમાં ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે. તેના એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે તેઓ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી હતી. પરંતુ મસમોટી ફીને લઇ અવાર નવાર પરિવારના લોકો ચિંતામાં રહેતા હતા. સંજય મોટરના શોરૂમમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પુત્રના કોલેજમાં એડમિશનને લઈ પાટીલ દંપતી ચિંતામાં હતા. એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશનને લઈ ફી ભરવાની હોય આ પગલું ભર્યું હોવાની પોલીસે સંભાવના વ્યક્ત કરી છે. ઘટનાની જાણ થતાં લીંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY