ટીમરવા ગામની સીમમાં ભજન કરવા બાબતે કેટલાક  શખ્સોએ માર માર્યો 

0
149

ટીમરવા,
૧૮/૦૩/૨૦૧૮

કોઈ અંગત અદાવતે ગામના 13 જેટલા લોકો લાકડીઓ લઈને તૂટી પડયા, દંપતી ઘાયલ

રાજપીપલા  :  ગરુડેશ્વર તાલુકાના ટીમારવા ગામે રહેતા કપિલાબેન રેવાદાસ તડવી પોતાuના ઘરે હતા અને પતિ રેવાદાસ વસાવા  પોતાના ખેતરે ગયેલા હતા તે દરમ્યાન સવારે સાડા દશેક વાગ્યાના સમયે ગામના વલુ વસાવા તથા અન્ય શકશો ઘરે આવીને કહેવા લાગ્યા કે તમારા પતિને ગામના માણસોએ મારેલ છે.  અને તેઓ ખેતરમાં પડી રહેલ છે, તેવી વાત કરતા વલુભાઈ સાથે કપિલાબેન પોતાના ખેતરે જવા માટે નિકળેલ હતા તે વખતે ટીમરવા ગામના સરપંચ ભીમા શામળ તડવી તથા સુરેન્દ્ર ગોરધન તડવી તથા અરવિંદ દલસુખ તડવી નાઓ તેઓને રસ્તે મળ્યા હતા.  અને તેમને પણ માર મારવાની ધમકી આપી સાથે આવેલ વલુભાઈને પણ મારવા દોડતા વલુભાઈ ત્યાથી જતા રહેલા અને ત્યાર બાદ કપિલાબેન ખેતરે ગઈ  અને ત્યા જઈને જોયેલ તો તેના પતિ રેવાદાસ ખેતરમાં ઈજાગ્રસ્ત પડ્યો હતો. આ વખતે પ્રેમા સીમા તડવી,ગોરધન દલસુખ તડવી, રમેશ ગોરધન તડવી,  નાઓ હાથમાં લાકડીઓ લઈને દોડી આવેલા અને કપિલાબેન ને પણ અપઅબ્દો બોલી તુ કેવો ભગત છે. કેવુ ભજન કરે છે. તેમ કહી લાકડીઓ અને છુટ્ટા હાથે માર માર્યો સાથે જેમનું ઉપરનું લેવા પંકજ શના તડવી,ભગુ પ્રેમા તડવી,કલ્પેશ અરવિંદ તડવી, શના દલસુખ તડવી , મંગી શના તડવી  રસના પંકજ તડવી,તુલશી ગોરધન તડવી દોડી આવી આજે તમો બચી ગયેલ છો બીજીવાર એકલા મળશો તો તમોને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી જે બાબત ની ફરિયાદ ગરુડેશ્વર પોલીસ માં કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે આ તેર શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી જેમાં ભીમા શામળ તડવી,  સુરેન્દ્ર ગોરધન તડવી, અરવિંદ દલસુખ તડવી,પ્રેમા સીમા  તડવી, ગોરધન દલસુખ તડવી,  રમેશ ગોરધન તડવી  પંકજ શના  તડવી, ભગુપ્રેમા તડવી, કલ્પેશ અરવિંદ તડવી, શનાભાઈ દલસુખભાઈ તડવી, મંગી શના તડવી, રસનાબેન પંકજ તડવી તુલશી ગોરધન તડવી તમામ રહે.ટીમરવા તા.ગરૂડેશ્વર

રિપોર્ટર-  ભરત શાહ,નર્મદા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY