નગરજનોની સલામતી ને ખાસ ધ્યાને રાખી જોખમી આખલા પકડવા સતત વોચ રાખવા પાલિકા પ્રમુખ ની કડક સૂચના
રાજપીપલા:રાજપીપલા શહેરના લોકો ને આખલા જેવા જોખમી જાનવરોથી બચાવવા પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ દ્વારા બાજ નજર રાખી સતત પાંચ દિવસ થી પાલિકાની ટીમોને આખલા પકડવા કડક સૂચના સાથે રોજ રિપોર્ટ મંગાવાતા સોમવારે પાંચમા દિવસે પણ ટીમ દ્વારા આ અભિયાન ચાલુ રખાયું હતું અને અખલાઓને ઝબ્બે કરી ગામ થી દૂર છોડી મુકાયા હતા સતત ચાલતા આ અભિયાન ના કારણે હાલ રાજપીપલા શહેર ના માર્ગો પર આવતા જતા બાળકો વૃધ્ધો સહિતના લોકો ભય મુક્ત ફરી રહ્યા છે અને ફક્ત મુખ્ય માર્ગોજ નહિ પણ નાની મોટી ગલીયો,મહોલ્લાઓ સહીત જ્યાં જ્યાં આ જોખમી આખલા ની માહિતી મળે ત્યાં તુરત ટીમ પોહચી આખલા પકડ ઝુંબેશ અભિયાન ચાલુ કરતી જોવા મળે છે માટે હાલ નગરજનો આ બાબતે નિશ્ચિન્ત થઈ ફરી રહ્યા છે .
રિપોર્ટર-નર્મદા,ભરત શાહ.મોં.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"