લોકસભા-રાજ્ય વિધાનસભા ચૂંટણી એક સાથે ઉપયોગી હશે

0
59

ચેન્નાઈ, તા. ૧૫
દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવવાને લઇને છેડાયેલી ચર્ચામાં સુપરસ્ટાર અભિનેતા રજનીકાંત પણ કુદી ગયા છે. દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તરફેણ રજનીકાંતે પણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત સાથે રજનીકાંત પણ સહમત દેખાયા છે. એક દેશ એક ચૂંટણીની માંગનું સમર્થન કરીને રજનીકાંતે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. આગામી તમિળનાડુ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની જાહેરાત કરનાર રજનીકાંતે આજે કહ્યું હતું કે, તેઓ એક દેશ એક ચૂંટણીનું સમર્થન કરે છે. કારણ કે આનાથી સમય અને પૈસા બંનેની બચત થશે. આ પહેલા દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવવાને લઇને ભારતીય જનતા પાર્ટી, સમાજવાદી પાર્ટી, જેડીયુ, તેલંગાણા રાષ્ટ્રીય સમિતિનું સમર્થન મળી ચુક્યું છે. બીજી બાજુ ડીએમકે દ્વારા આને બંધારણના મૂળભૂત માળખાના વિરુદ્ધમાં ગણાવીને ટિકા કરી છે. થોડાક દિવસ પહેલા જ કેન્દ્રીય ચૂંટણી પંચે બે દિવસની બેઠક યોજી હતી જેમાં તમામ રાષ્ટ્રીય પક્ષો અને રાજ્યોની માન્યતા પ્રાપ્ત પાર્ટીઓના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા હતા. એક સાથે ચૂંટણી યોજવાને લઇને તેમના અભિપ્રાય જાણવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય કાયદા પંચમાં સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિ રામગોપાલ યાદવે કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી એક સાથે ચૂંટણીની તરફેણ કરે છે. ૨૦૧૯થી આની શરૂઆત થવી જાઇએ. સાથે સાથે જા રાજનેતા પાર્ટી બદલે છે તો રાજ્યપાલને તેના પર એક સપ્તાહની અંદર જ પગલા લેવાના અધિકારો આપવા જાઇએ.તેલંગાણા રાષ્ટ્રીય સમિતિએ એક સાથે ચૂંટણી ઉપર સહમતિ દર્શાવી છે. પાર્ટીના ચેરમેન કે ચંદ્રશેખર રાવે કેન્દ્રીય કાયદા પંચને પત્ર લખીને કહ્યું છે કે, અમે એક સાથે ચૂંટણીની તરફેણ કરીએ છીએ. જનતા દળ યુનાઇટેડે પોતાની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સ્પષ્ટતા કરી છે કે તે એક દેશ એક ચૂંટણીના મુદ્દા ઉપર ભાજપની સાથે છે. આંધ્રપ્રદેશની પાર્ટી ટીડીપીએ કહ્યું છે કે, ચૂંટણી પોતાના નિર્ધારિત સમય પર ૨૦૧૯માં થાય છે તો તેમને આને લઇને કોઇ તકલીફ નથી.
ટીડીપીએ બેલેટ પેપરથી ચૂંટણીની માંગણી કરી છે. ટીડીપીનું કહેવું છે કે, ચૂંટણી પંચની પાસે આટલી મોટી સંખ્યામાં ઇવીએમની સુવિધા નથી. આવી સ્થતિમાં ઇવીએમ ઉભા કરવા માટે વધારે સમય અને પૈસાની જરૂર છે. ડીએમકેના અધ્યક્ષ સ્ટાલીને ભાજપની દરખાસ્તનો વિરોધ કર્યો હતો. એક દેશ એક ચૂંટણીના ફોર્મ્યુલા પર આગળ વધવા માટે આગામી લોકસભાની ચૂંટણીની સાથે ૨૦ રાજ્યોના વિધાનસભાની ચૂંટણી કરાવી પડશે. આ પૈકી ૧૦ રાજ્યોમાં અવધિ ૨૦૧૯માં પુરી થશે પરંતુ બાકીના ૧૦ રાજ્યોને આગળની અવધિનું બલિદાન આપવું પડશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY