ન્યુ દિલ્હી,તા.૧૭
કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે આજે બીએસ યેદિયુરપ્પાએ શપથ ગ્રહણ કર્યાં. જોકે આ પહેલા બુધવારે અડધી રાત્રે ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. આ શપથ ગ્રહણ સમારોહ અટકાવવા માટે કોંગ્રેસે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દ્વાર ખુલાવ્યા હતાં. તો જાણો આખી રાતનો ઘટનાક્રમ
શું ઘટ્યું આખી રાત?
– રાત્રે ૦૯ઃ૪૦ વાગ્યે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. ૧૫ દિવસમાં બહુમત સાબિત કરવા કહ્યું.
– રાત્રે ૧૦ઃ૪૦ વાગ્યે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટને કર્ણાટકમાં નવી સરકારના શપથ ગ્રહણ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી. સુપ્રીમ કોર્ટમાં અભિષેક મનુ સિંઘવી સાથે કોંગ્રેસના અન્ય વકીલોએ અરજી દાખલ કરી.
– રાતે ૧૧ઃ૦૦ વાગ્યે સુપ્રીમ કોર્ટના આસિસ્ટેંટ રજિસ્ટારે ઝ્રત્નૈંના ઘરે પહોંચી કોંગ્રેસની અરજી વિષે જાણકારી આપી. રાત્રે ૧૨ઃ૪૫ વાગ્યે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઝ્રત્નૈંના ઘરે પહોંચી.
– રાત્રે ૧ઃ૦૫ વાગ્યે સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે રાત્રે ૧ઃ૪૫નો સમય આપ્યો. સુનાવણી માટે ચીફ જÂસ્ટસે ૩ જજોની બેંચ બનાવી.
– રાત્રે ૧ઃ૪૦ વાગ્યે બંને પક્ષોના વકીલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ભાજપ તરફથી ભૂતપૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતગી હાજર થયા.
– રાત્રે ૨ વાગ્યે કર્ણાટક મામલે ૧૫ મીનીટ મોડી સુનાવણી શરૂ થઈ.
– રાત્રે ૨ઃ૧૦ વાગ્યે એટોર્ની જનરલ કે કે વેણુગોપાલ પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા.
– સવારે ૫ઃ૧૦ વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઈ. કોર્ટનો નિર્ણય લખવામાં આવ્યો. કોર્ટે યેદિયુરપ્પાને ૧૫ અને ૧૬મેના સમર્થનનો પત્ર પણ જમા કરાવવા કહ્યુ. સુપ્રીમ કોર્ટે કર્ણાટક અને યૂનિયન ઓફ ઈંડિયાના તમામ પક્ષકારોને પણ નોટિસ પાઠવી.
– સવારે ૫ઃ૩૦ વાગ્યે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, શુક્રવારે સવારે ૧૦ઃ૩૦ વાગ્યે આ મામલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ભાજપના સમર્થક ધારાસભ્યોની યાદી માંગી. સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પાના શપથ ગ્રહણને લીલી ઝંડી દેખાડી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, અમે શપથ ગ્રહણ અટકાવી ન શકીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






