ભાજપ સ્થાપના દિને વડાપ્રધાનનું ટ્વીટ,ભાજપ ન્યૂ ઇન્ડિયાની પાર્ટી છે

0
61

ન્યુ દિલ્હી,
તા.૬/૪/૨૦૧૮

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ૩૮મા સ્થાપના દિવસના અવસર પર પાર્ટી દેશભરમાં જશ્ન મનાવાની તૈયારીમાં છે. આ બધાની વચ્ચે પીએમ મોદીએ ટ્‌વીટ કરીને કાર્યકર્તાઓને પાર્ટીને નવી ઊંચાઇઓ પર લઇ જવાનો શ્રેય આપ્યો છે. પીએમ મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે ભાજપ ન્યૂ ઇન્ડિયાની પાર્ટી છે. અમે આભારી છીએ કે અમને સમાજના તમામ આયુ વર્ગના લોકોનું સમર્થન મળે છે. અમે એ પાર્ટી છીએ, જે ભારતની વિવિધતા, યુનિક કલ્ચર, અને ૧૨૫ કરોડ ભારતીયોની તાકતમાં વિશ્વાસ ધરાવીએ છીએ.

બીજી એક ટ્‌વીટમાં પીએમ મોદીએ લખ્યું, ‘હું સ્થાપના દિવસના ખાસ અવસર પર ભાજપના તમામ કાર્યકર્તાઓને વિનમ્રતાથી આભાર વ્યક્ત કરું છું. આપણા તમામ કાર્યકર્તાઓના ત્યાગ, બલિદાન પર મને ગર્વ છે, જેમણે ભાજપનું નિર્માણ કર્યું અને એક મજબૂત અને શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.’

પીએમ મોદીએ કાર્યકર્તાઓને પાર્ટીના આત્મા ગણાવતા કહ્યું કે ભાજપ માટે કાર્યકર્તા જ બધું છે. તેઓ પાર્ટીના હૃદય અને આત્મા છે, જેમના પરસેવાથી પાર્ટીને નવી ઊંચાઇઓ મળી છે. આ તેમની મહેનતનું જ પરિણામ છે કે આપણે આખા દેશના લોકોની સેવા કરવા અને તેમની આશાઓ પર ખરા ઉતરવાની તક મળી છે.

બીજી એક ટ્‌વીટમાં દેશવાસીઓને ભાજપ પર ભરોસો વ્યક્ત કરવા માટે ધન્યવાદ આપતા પીમ મોદીએ લખ્યું, આ અમારી જવાબદારી છે કે અમે ભારતના ટ્રાન્સફોર્મેશન માટે અમે પોતાને સમર્પિત રાખીએ અને હંમેશા પ્રતિબદ્ધ રહીએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY