મુંબઈ,
તા.૬/૪/૨૦૧૮
ભાજપના ૩૮મા સ્થાપના દિવસે શાહે કોંગ્રેસ પર આક્રમક અંદાજમાં પ્રહારો કર્યા
મોદીના નેતૃત્વમાં આતંકીઓ વિરુદ્ધ બદલો લેનાર ભારત ત્રીજા દેશ બન્યો,રાહુલ ગાંધી પ્રથમ એવા પાર્ટી અધ્યક્ષ છે જેમણે ડિપોઝીટ ડૂલ થઈ છતાં મિઠાઈઓ વહેંચી
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ૩૮મા સ્થાપના દિવસના અવસર પર અધ્યક્ષ અમિત શાહે મુંબઇથી વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા અને કાર્યકર્તાઓને ૨૦૧૯ માટે અત્યારથી એકત્ર થવાનું આહ્વાન કર્યું. શાહે પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયાતની તુલના પૂર સાથે કરતાં કહ્યું કે આગળ બધા વૃક્ષો પડી ગયા છે. વિપક્ષની એકજૂથતાની કોશિષો પર આકરાં પ્રહારો કરતાં શાહે કહ્યું કે આખું વિપક્ષ એક સાથે આવવાની વાત કરી રહ્યું છે. જ્યારે પૂર આવે છે તો બધા વૃક્ષ ખત્મ થઇ જાય છે અને એક વટવૃક્ષ બચે છે. તેમાં જ નોળિયો, સાંપ, બિલાડી, અને કૂતરાથી લઇ બધા એક જ જાડ પર ચઢી જાય છે. આમ મોદીના પૂરમાં બધા સાથે આવી ગયા છે.
શાહે કહ્યું કે પીએમ મોદી દુનિયામાં સૌથી વધુ લોકપ્રિય નેતા છે. ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં શાહે કહ્યું કે તમામ લોકો ઘરે-ઘરે જાઓ અને ચૂંટણીની તૈયારી કરો. તેમણે કહ્યું કે ભાજપ ૧૧ કરોડ કાર્યકર્તાઓની સાથે દુનિયાની સૌથી મોટી પાર્ટી છે. સંસદમાં જવાબ ન આપવાના કાંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદના આરોપના જવાબમાં શાહે કહ્યું કે સંસદમાં અડચણોને લઇ શાહે કહ્યું કે ગુલામ નબી આઝાદ કહે છે કે સરકાર જવાબ આપવા માંગતી નથી, પરંતુ કાંગ્રેસે દંગા કરીને સરકાર ચાલવા દીધી જ નથી. તેઓ મંચ નક્કી કરી લે, અમે ગમે ત્યાં ગમે તે સમયે વાતચીત કરવા માટે તૈયાર છીએ.
જમ્મુ-કાશ્મીરના ઉડી સેકટરમાં સેનાની છાવણી પર હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઇક પર કેન્દ્ર સરકારના વખાણ કરતાં કહ્યું કે ભારત એ દેશ છે, જેણે આતંકવાદ પર બદલો લીધો. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીની લીડરશીપમાં ઇઝરાયલ અને અમેરિકા બાદ ભારત આતંકવાદથી બદલો લેનાર ત્રીજા દેશ બની ગયો છે.
એસસી-એસટી એકટને લઇ રાહુલ ગાંધીના આરોપો પર અમિત શાહે પલટવાર કરતાં કહ્યું કે રાહુલ બાબા કહે છે કે મોદી સરકારે એસસી-એસટી એકટને હટાવી દીધો. કોઇ એકટને હટાવ્યો નથી. તેઓ જુઠ્ઠો પ્રચાર કરવામાં વ્યસ્ત છે. કહે છે કે મોદી સરકાર અનામત હટાવી દેશે. હું તેમને જણાવી દઉં કે એવું કંઇ થવા જઇ કહ્યું નથી. શાહે પ્રહારના અંદાજમાં કહ્યું કે અમે કોઇ અનામત હટાવાના નથી. એટલું જ નહીં જા તમે એવું વિચારતા હોવ તો પણ અમે આમ થવા દઇશું નહીં.
શાહે યુપીની બે લોકસભા પેટાચૂંટણીમાં હાર પર રાહુલના પ્રહારોનો જવાબ આપતા કહ્યું કે અમે બે લોકસભાની પેટાચૂંટી હાર્યા તો રાહુલ ગાંધીએ મીઠાઇઓ વહેંચી. મેં આવો પહેલો નેતા જાયો, જે પોતાની પાર્ટીની જમાનત જપ્ત થવા પર મીઠાઇઓ વહેંચી છે. શાહે કહ્યું કે રાહુલ બાબા અમે બે સીટો હાર્યા છીએ, પરંતુ અમે તમારી પાસેથી ૧૧ રાજ્ય સરકારો છીનવી લીધી છે.
આ સમયને ભાજપનો સુવર્ણ કાળ માનવાની ના પાડતા શાહે કહ્યું કે અમારા માટે ગોલ્ડન એજ નથી. એ ત્યારે જ આવશે જ્યારે અમે ઓરિસ્સા અને બંગાળમાં જીત પ્રાપ્ત કરીએ અને કેન્દ્રમાં ફરીથી પૂર્ણ બહુમતની સરકાર બનાવીશું. તેની સાથે જ મહારાષ્ટમાં એક વખત ફરીથી જીત્યા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"