ઉપવાસ બન્યા ઉપહાસ, ભાજપના ઉપવાસ સ્થળેથી મળ્યા ફુડ પેકેટ

0
176

ગાંધીનગર,તા.૧૨
હાલ ભારતમાં ઉપવાસની સિઝન ચાલી રહી છે. પહેલા કોંગ્રેસ દ્વારા દલિતોની લાગણીને જીતવા માટે ઉપવાસ કરવામાં આવ્યા અને હવે ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ભાજપના ઉપવાસ સ્થળેથી ફુડ પેકેટ અને ઠંડા પીણાનો જથ્થો મળી આવતા ઉપવાસના નામે કરવામાં આવતા ઉપહાસના ધતીંગનો ફુગ્ગો ફુટી ચૂક્્યો છે. જણાવી દઈએ કે ભાજપ જે સ્થળ પર ઉપવાસ કરી રહ્યો હતો, તેની પાછળના ભાગે સામાન્ય લોકોને જવાની પણ મનાઈ હતી. જે જગ્યા પર ફુ઼ડ પેકેટ અને ઠંડા પીણાની બોટલો રાખવામાં આવી હતી.
આ પહેલા કોંગ્રેસના દલિતોની લાગણીને જીતવા માટે કરવામાં આવેલા પ્રતિક ઉપવાસ દરમિયાન સવારના આઠ વાગ્યે ભોજન લઈ રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની તસવીરો વાયરલ થઈ હતી.
જેના કારણે કોંગ્રેસ ભીંસમાં મુકાતા, સફાઈ આપવાનો વારો આવ્યો હતો. ત્યારે ભાજપ દ્વારા કરવામાં આવેલા ઉપવાસમાં પણ ફુડ પેકેટનો જથ્થો અને ઠંડા પીણાની બોટલો પ્રાપ્ત થતા લોકોનો પણ હવે રાજનેતાઓ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY