વીજળી બચાવવા મોદી સરકાર મેદાને..!!,એસીનું તાપમાન નિશ્ચિત કરશે

0
99

ન્યુ દિલ્હી,તા.૨૩
વીજળી મંત્રાલય આવનારા સમયમાં એર કંડીશનર માટે તાપમાનનું સામાન્ય સ્તર ૨૪ ડિગ્રી નક્કી કરી શકે છે. જા આમ થાય છે તો દેશભરમાં વાર્ષિક ૨૦ અબજ યુનિટ વીજળીની બચત થશે, સાથો સાથ લોકોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડશે. વીજળી અને નવી ઇલેક્ટ્રીસિટી એન્ડ ઇનોવેટિવ એન્ડ રિન્યુએબલ ઉર્જા મંત્રી આર.કે.સિંહે એર કંડીશન (એસી)ના ક્ષેત્રમાં ઉર્જા દક્ષતા આપવાનું અભિયાન શરૂ કરતાં શુક્રવારના રોજ કહ્યું કે એર કંડીશનરમાં તાપમાન ઉચું કરવાથી વીજળી વપરાશમાં છ ટકાનો ઘટાડો આવે છે.
એર કંડીશનર બનાવનાર પ્રમુખ કંપનીઓ અને તેમના સંગઠનોની સાથે બેઠકમાં તેમણે કહ્યુ કે શરીરનું સામાન્ય તાપમાન ૩૬ થી ૩૭ ડિગ્રી સેલ્સિયસ છે પરંતુ વાણિજિયક પ્રતિષ્ઠાનો, હોટલ અને ઓફિસોમાં તાપમાન ૧૮ થી ૨૧ ડિગ્રી રખાય છે. આ માત્ર તકલીફ આપનારું જ નથી પરંતુ વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આ તાપમાનમાં લોકોને ગરમ કપડાં પહેરવા પડે છે કે ધાબળાનો ઉપયોગ કરવો પડે છે. આ હકીકતમાં ઉર્જાની બર્બાદી છે. તેને જાતા જાપાન જેવા કેટલાંક દેશોમાં તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ રાખવા માટે નિયમ બનાવ્યો છે.
અહીં રજૂ કરાયેલા સત્તાવાર નિવેદન પ્રમાણે વીજળી મંત્રાલયના આધીન આવતા એનર્જી એફિસિયન્સ બ્યુરો (બીઈઈ)એ આ સંદર્ભમાં એક અભ્યાસ કરાવ્યો છે. તેમાં એર કંડીશનરમાં તાપમાન ૨૪ ડિગ્રી સેલ્સિયસ નક્કી કરવાની ભલામણ કરી છે. આ દિશામાં શરૂઆત કરતાં એરપોર્ટ, હોટલ, શોપિંગ મોલ સહિત તમામ કોમર્શિયલ બિલ્ડિંગ માટે રજૂ કરાશે. બેઠકમાં મેન્યુફેકચર્સને એર કંડીશનમાં ૨૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નક્કી કરવાની ભલામણ કરાઈ છે. સાથો સાથ તેના પર લેબલ લગાવી ગ્રાહકોને એ બતાવાનું કહ્યુ છે કે તેમના પૈસાની બચત અને શ્રેષ્ઠ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તાપમાન નક્કી કરવું શ્રેષ્ઠ છે.
આ તાપમાન ૨૪ થી ૨૬ ડિગ્રીના દાયરામાં હશે. નિવેદન પ્રમાણે ચાર થી છ મહિના જાગૃતતા અભિયાન બાદ લોકોનો અભિપ્રાય જાણવા માટે સર્વે કરાશે. ત્યારબાદ મંત્રાલય તેને અનિવાર્ય કરવા પર વિચાર કરશે. જા તમામ ગ્રાહક તેને અપનાવે છે તો એક વર્ષમાં જ ૨૦ અબજ યુનિટ વીજળીની બચત થશે. બીઇઇનું કહેવું છે કે હાલની બજાર સ્થિતિને જાતા એસના લીધે દેશમાં કુલ લોડ ૨૦૩૦ સુધીમાં ૨૦૦,૦૦૦ મેગાવોટ થઇ જશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY