સુરત,તા.૨૫
હૈદરાબાદ ખાતે આર્મીમાં નોકરી કરતા દૂરના મામાએ ભાણેજને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લિંબાયત પોલીસે આર્મીમેનની સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લિંબાયત ગોડાદરા ખાતે રહેતી ૧૮ વર્ષીય યુવતીને તેના દૂરના મામાએ પ્રેમજાળમાં ફસાવી હતી. ૨૦૧૭માં નાની બિમાર હોવાથી તેને જાવા માટે હૈદરાબાદથી દૂરના મામા સુરેશ રાજેશ મામીદાલા તેના ઘરે આવ્યો હતો. તે વખતે ચાર દિવસ રોકાયો ત્યારે પણ યુવતીની જાડે મામાએ શારીરિક અડપલાં કરી તેને ધમકી આપી હતી.
વર્ષ ૨૦૧૮ના ફેબુઆરીમાં સુરેશ નોકરીના કામે માટે વાપી આવ્યો હતો. તે વખતે પણ યુવતીના ઘરે જ રોકાયો હતો. તે વખતે ઘરે કોઈ ન હોય તેવા સમયે સુરેશએ યુવતી સાથે શારિરીક સંબધ બાધ્યો હતો. હાલમાં પણ સુરેશ યુવતીને હૈદરાબાદથી ફોન પર ધમકી આપે છે. જેના કારણે કંટાળીને યુવતીએ લિંબાયત પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે દૂરના મામા સુરેશ રાજેશ મામીદાલા સામે ગુનો નોંધ્યો છે. સુરેશ હૈદરાબાદ આર્મીના હેડકવાર્ટર ખાતે નોકરી કરે છે અને મૂળ તેલંગાનાનો વતની છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




