અમેરિકાના કેન્ટકીમાં સુપરમાર્કેટ બહાર ગોળીબાર : ૨ના મોત,આરોપીની ધરપકડ

0
4

કેન્ટકી,તા.૨૫
અમેરિકાના કેન્ટકીમાં છેલ્લા ઘણાં દિવસોથી ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે અહીં ફરીથી એક સુપરમાર્કેટની બહાર ગોળીબારની ઘટના બની છે. સુપરમાર્કેટની બહાર પા‹કગ એરિયામાં એક ગનમેને બે લોકોની ગોળી મારી હત્યા કરી છે. પોલીસ મુજબ, ગનમેને એક વ્યક્તિએ અને એક સ્ત્રીને ગોળી મારી હતી, જેના પછી તે ત્યાંથી કારમાં બેસી ભાગી ગયો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના પછી એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવાયો છે.
પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોરે ઈરાદાપૂર્વક તેમને નિશાન બનાવ્યા નહતા. ફાયરિંગ પાછળનો હેતુ હજી સુધી જાણી શકાયો નથી. ઘટનાસ્થળથી ફરાર થતા પહેલા હુમલાખોરને એક બંદૂકધારી શખ્સ સાથે તકરાર થઇ હતી. જાકે, થોડા જ સમય પછી હુમલાખોરને પકડવામાં આવ્યો. જેફરસનટાઉનના પોલીસ પ્રમુખ સેમ રોજર્સે જણાવ્યું કે બંને પીડિતોનું સ્ટોરમાં જ મૃત્યુ થયું હતું. તેમણે એ નથી જણાવ્યું કે પોલીસ હુમલાખોરના ઇરાદાને શોધી શકી છે કે નહીં. તેમણે શંકાસ્પદની ઓળખ પણ નથી જણાવી
રોજર્સે જણાવ્યું કે સુપરમાર્કેટની બહાર તેણે ગોળીબાર કર્યો હતો. તેના નામની જાહેરાત પણ પોલીસે અત્યાર સુધી નથી કરી. એક વ્યક્તિએ જણાવ્યું કે તેના પિતા સુપરમાર્કેટ્‌સની બહાર રાહ જાઇ રહ્યા હતા, જ્યારે તેની માતા ગોળીઓનો અવાજ સાંભળીને બજારની અંદર જ રોકાઈ ગઇ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY