અદાકાર સ્વભાવે કાયમ એકલવાયો હોય છે : શાહિદ કપૂર

0
11

મુંબઈ,તા.૫
ટોચના અભિનેતા શાહિદ કપૂરે કહ્યું હતું કે અદાકાર સ્વભાવે કાયમ એકલવાયો હોય છે. એવું ન હોય તો એ પોતાના પાત્રમાં પ્રાણ પૂરી શકે નહીં.
‘દરેક પાત્ર લાગણીના વિવિધ ચડાવ ઉતાર સાથે સંકળાયેલું હોય છે. દરેક પાત્ર ભજવતી વખતે કલાકારના ચિત્તમાં પણ સંવેદનોની ઊથલપાથલ ચાલતી રહેતી હોય છે..તમે સતત સ્પોટ લાઇટમાં રહેતા હો એટલે લોકો તમને જોતાં હોય… પરંતુ અદાકાર તરીકે તમે સદા એકલા અને એકલવાયા રહેવાના. અભિનય ન કરતાં હો ત્યારે તમે એેકલવાયા હોવાના. તમે આમ આદમીની પેઠે ગમે ત્યાં ગમે ત્યારે જઇ શકો નહીં જાહેરમાં ખાઇ પી શકો નહીં. તમને સમજનારા દોસ્તો બહુ ઓછા હોય’ એમ શાહિદ કપૂરે કહ્યું હતું.
સંજય લીલા ભણસાલીની પદ્માવત ફિલ્મ કર્યા બાદ શાહિદ પહેલાં કરતાં વધુ બીઝી થઇ ગયો હતો. શ્રી નારાયણ સિંઘની બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મની સાથેસાથ એ હવે તેલુગુ હિટ ફિલ્મ અર્જુન રેડ્ડી કરવાનો છે.
એણે કહ્યું કે ઘણીવાર કલાકાર જે પાત્રનો અભિનય કરતો હોય એમાં પ્રગટ થતી લાગણી કરતાં એની ભીતર લાગણીનો પ્રચંડ ધોધ વહેતો હોય છે. એ જે પ્રગટ કરે એના કરતાં વધુ જથ્થો ભીતર રહેલો હોય છે. એ એકલવાયાપણું એની અસલી સંપત્તિ હોય છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY