મોટી સંખ્યામાં દલિતસમાજ ના લોકો એકઠા થઇ વિરોધ પદશૅન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, રેલી કાઢી મામલતદાર આવેદનપત્ર પાઠવ્યું હતું.
SC/ST એકટમાં ગેર બંધારણીય સુધારા વિરુદ્ધ સોમવારે ભારત બંધ ના પગલે હળવદ બંધ ના એલાન આપવા આવ્યુ હતી જેના પગલે હળવદ વેપારી મંડળ સ્વયંભુ બંધ પાડી જોડાયા હતા,
નવી દિલ્હી :
SC/STએકટ અંગે સુપ્રીમ કોટેના ગેર બંધારણીય ચુકાદાના વિરોધમાં અખિલ ભારતીય અનુસૂચિત જાતિ મહાસભા ભીમ આમીૅ સહીત અનેક સંગઠનો ૨જી એપ્રિલને સોમવારના રોજ ભારત બંધની જાહેરાત કરી હતી . સુપ્રીમ કોટેના તા. ૨૦ માચૅના એક ગેર બંધારણીય ચુકાદામાં SC/ST એકટમાં તાત્કાલિક ધડપકડ પર રોક લગાવી હતી જેના વિરોધમાં સોમવારે SC/ST સમુદાય દારા ભારત બંધ કરીને વિરોધ કરવામા આવ્યો હતો હળવદ દલિત સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને હળવદ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હળવદ પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પીઆઈ એસ, આર, સોલંકી તથા સ્ટાફે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રિપોર્ટર: મયુર રાવલ, હળવદ
મો 9909458555
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"