દેશની આઝાદીના ૭૦ વર્ષ પસાર થવા છતાં આજદિન સુધી નેત્રંગ તાલુકાના પછાત ગામોમાં એસ.ટી બસ આવી નથી

0
243

અંતરિયાળ વિસ્તારના ગામોમાં વસવાટ કરતા પ થી ૬ હજાર જેટલા સ્થાનિક રહીશોને વિકાસ એટલે શું…..? એ ખબર જ નથી.

એસ.ટી બસની સુવિધાના અભાવે ગામની મહિલાઓ, વયોવૃદ્ર દંપતીને આરોગ્યની તપાસણી અને યુવાનોને રોજીરોટી કમાવવા સહિત પછાત વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ પરિવારના લોકોને જીવનજરૂરીયાતની ચીજવસ્તુ ખરીદી કરવા માટે પણ ભારે હાડમારીનો સામનો કરવો પડે છે,જ્યારે ઉચ્ચ શિક્ષણ માટે મુસાફરી કરતાં વિધાથીઁઓનું ભવિષ્ય પણ અંધકાર તરફ ધકેલાવવાની શક્યતાઓ છે.

છેલ્લા ૧પ વર્ષથી રસ્તાનું પ્રાથમિક ધોરણે પણ સમારકામ કરાયું નથી, દેશની આઝાદીના ૭૦ વર્ષ પસાર થવા છતાં આજદિન સુધી નેત્રંગ તાલુકાના પછાત ગામોમાં એસ.ટી બસ આવી નથી, જેમાં ધોલેગામ, ઢેબાર, કાકરાપાડા, મુંગજ, મચામડી, વાંકલ, ઉમરખેડા, ખુટાપાડા, પાડા અને કોયલાપાડા ગામના સ્થાનિક રહીશોને જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરીને નેત્રંગ અને ઝધડીયા તરફ આવવું-જવવું પડે છે, જેથી સ્થાનિક રહીશોની હાલત બદ્દતર બની જવા પામી છે,
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર ધ્વારા ભરૂચ જિલ્લાના વાલીયા અને ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો આપવામાં આવ્યો હતો. જેમાં નવો નેત્રંગ તાલુકો બનાવવા પાછળનો ગુજરાત સરકારનો મુખ્ય હેતુ હતો કે રાજયના સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના ગામો સુધી પહોંચે અને સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય. જેમાં દેશની આઝાદીના ૭૦ વર્ષ પસાર થવા છતાં આજદિન સુધી નેત્રંગ તાલુકાના પછાત ગામોમાં એસ.ટી બસ આવી નથી,જેમાં નેત્રંગ ટાઉનથી ઉત્તર દિશામાં ૧૦ કિ.મીટર બાદ આવેલા ધોલેગામ, ઢેબાર, કાકરાપાડા, મુંગજ, મચામડી, વાંકોલ, ઉમરખેડા, વણખુંટા અને કોયલાપાડા ગામધો સમાવેશ થાય છે,

જેમાં મુખ્યત્વે આ પછાત વિસ્તારના ગામના સ્થાનિક રહીશોને જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરીને નેત્રંગ અને ઝધડીયા તરફ આવવું-જવવું પડે છે, જ્યારે એસ.ટી બસની સુવિધાના અભાવે ગામની મહિલાઓ,વયોવૃદ્ર દંપતીને નેત્રંગ દવાખાણામાં આરોગ્યની તપાસણી અને યુવાનોને રોજીરોટી કમાવવા અંકલેશ્વર અને ઝઘડીયા ઓધોગીક એકમોમાં જવા સહિત પછાત વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ પરિવારના લોકોને જીવનજરૂરીયાતની ચીજવસ્તુ ખરીદી કરવા માટે પણ ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે ઉચ્ચ શિક્ષણ માટે ગરીબ પરિવારના વિધાથીઁ વાલીયા,અંકલેશ્વર,ભરૂચ,વાંકલ અને માંડવી જતાં હોય છે, પરંતુ પોતાના ગામમાં એસ.ટી બસ આવતી નહીં હોવાથી ખાનગી વાહનોમાં મુસાફરી કરીને નેત્રંગ આવવું પડે છે, ત્યારબાદ એસ.ટી બસમાં બેસીને અભ્યાસ માટે મુસાફરી કરવી પડે છે,જેથી વિધાથીઁઓને ભારે હાડમારી વેઠવી પડતી હોય છે,જેથી વિધાથીઁઓનું ભવિષ્ય પણ અંધકાર તરફ ધકેલવાની શક્યતાઓ જણાઇ રહી છે,

રિપોટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ
મોબાઇલ નંબર :- ૯૪૦૮૯૭૫૩૯૩

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY