ભારત બંધ હિંસક, નવજાત શિશુ સહિત ૬ના મોત, અસંખ્ય ઘાયલ

0
117

ન્યુ દીલ્હી
૨/૪/૨૦૧૮

એસસી-એસટી એક્ટમાં બદલાવ મુદ્દે ૧૦ રાજ્યોમાં ઠેર-ઠેર હિંસા, મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ૫નાં મોત

અનેક રાજ્યોમાં રેલવે રોકવા સાથે વાહન સળગાવાયા, માર્કેટ, સ્કૂલ-કોલેજ, યૂનિવર્સિટી અને બેન્કો સાથે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરાઇ, કેટલાક રાજ્યોમાં પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો, અનેક રાજ્યોમાં ધારા ૧૪૪ સાથે કરફ્યુ લાગુસરકાર દલિતોના સમર્થનમાં : રવિશંકર પ્રસાદ

ગભરાયેલી મોદી સરકારની સુપ્રિમમાં અરજી,હાલ સુનાવણીથી સુપ્રિમનો ઈન્કાર

sc-st એક્ટને લઈને હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા નિર્ણયનો વિરોધ દેશભરમાં બંધનું એલાન કરીને કરવામાં આવી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં હિંસાના સમાચાર પણ મળ્યા છે. તેવામાં સરકારે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચારણા અરજી દાખલ કરી છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે અમે કોર્ટના નિર્ણયથી ખુશ નથી અને એટલા માટે જ આ પુનર્વિચારણા અરજી દાખલ કરી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર દલિતોના સમર્થનમાં છે. સરકરે પુનર્વિચારણા અરજીમાં કહ્યું છે કે sc-st એક્ટના કથિત કનડગતને લઈને તરત થનારી ધરપકડ અને કેસ દાખલ કરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય દેશના કાયદાને નબળો કરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રાલયે આ અરજીમાં કહ્યું છે કે કાયદાનો ડર ઓછો થઈ જશે અને તેનાથી કાયદાનું ઉલ્લંઘન વધી જશે. સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલા જ કાયદા હેઠળ કરવામાં આવતી તરત ધરપકડ અને અપરાધિક મામલાની ફરિયાદ નોંધાવવામાં પર પ્રતિબંધ મૂક્યો છે.

ખરેખરમાં આ કાયદો ભેદભાવ અને અત્યાચાર વિરુદ્ધ sc-st‌ જેવા સમુદાયોની રક્ષા કરે છે.

એસસી-એસટી એક્ટમાં બદલાવ પર સુપ્રિમ કોર્ટના નિર્ણય પર મોટી સંખ્યામાં દલિત સંગઠનોએ આજે ભારત બંધની જાહેરાત કરી છે. હકીકતમાં, ગત દિવસોમાં સુપ્રિમ કોર્ટે એસસી-એસટી એક્ટનો ખોટો ઉપયોગ થવા પર ચિંતા વ્યક્ત કરતા, તેમાં કેટલાક બદલાવ કર્યા હતા. કોર્ટના આ નિર્ણય પર દલિત સંગઠન કાયદાને નબળો કરવાની દલીલ કરી હતી અને સતત વિરોધ માટે અવાજ ઉઠાવી રહ્યાં છે. ત્યારે હવે પંજાબ, દિલ્હી, બિહાર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાનમાં ધીરે ધીરે પ્રદર્શન ઉગ્ર બન્યુ હતું. પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. રેલવે રોકવા સાથે માર્કેટ બંધ કરાવાયા હતાં. બીજી તરફ સરકારે સુપ્રિમ કોર્ટમાં પુર્નવિચાર અરજી દાખલ કરી પરંતું તેની પણ તાત્કાલિક સુનવણી કરવાનો સુપ્રિમે ઇન્કાર કરી દીધો હતો. સાથે જ મધ્યપ્રદેશના મુરૈનામાં ફાયરિંગમાં એક વ્યક્તિના મોત બાદમાં કરફ્યુ લગાવી દેવાયો હતો. તો બીજી તરફ ગ્વાલિયરમાં પણ ૩ લોકોના મોતના થયા છે. આમ મધ્ય પ્રદેશમાં ૪ અને રાજસ્થાનમાં ૧ વ્યક્તિનું મોત થયું હતું. આમ દલિત આંદોલના કારણે દેશમાં કુલ ૫ લોકોના મોત નિપજ્યાં છે.

બાડમેરમાં દલિત સંગઠનો અને કરણી સેના વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં ૨૫ લોકો ઘાલ થયા હતા. સ્થતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અહીં કરણી સેના બંધના સમર્થનમાં ઉતરી હતી, જેનો દલિત સંગઠને વિરોધ કર્યો હતો. બીજી બાજુ ભરતપુરમાં મહિલાઓએ હાથમાં લાકડી લઈને રોડ-રસ્તા ઉપર વિરોધ નોંધાવ્યો હતો. અલવરમાં એક મકાનમાં આગ લગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પુષ્કરમાં ઘણાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

ગ્વાલિયર, ભિંડ અને મુરૈનામાં વધારે હિંસા થઈ હતી. ગ્વાલિયરમાં હિંસામાં ૩ લોકોના મોત થયા છે. ટોલ પ્લાઝામાં પણ તોડ-ફોડ કરવામાં આવી હતી. રસ્તા ઉપર વાહન સળગાવામાં આવ્યા. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. ભિંડના મહેગાંવ અને ગોહદમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો જ્યારે ઝાબુઆના બજારમાં તોડફોડ કરવામાં આવી હતી. સાગરમાં પણ કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી.

પંજાબમાં પણ લગભગ દરેક સ્કૂલ-કોલેજ, યૂનિવર્સિટી અને બેન્ક બંધ કરી દેવામાં આવી હતી. સીબીએસઈની ૧૦માં અને ૧૨માં ધોરણની એક્ઝામ પાછી ઠેલવામાં આવી હતી. રાતે ૧૧ વાગ્યા સુધી બસ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. સુરક્ષાબળોએ ૧૨ હજાર વધારાનું સૈન્ય સુરક્ષા માટે તહેનાત કર્યું હતું.

બિહારના મધુબની, આરા, ભાગલપુર અને અરરિયામાં ટ્રેનો રોકવામાં આવી. મોતિહારીમાં તોડફોડ. વૈશાલીમાં પ્રદર્શનકારીઓ દ્વારા એમ્યુલન્સ રોકવામાં આવી. માતા ઘણી બુમો પાડતી રહી પણ પ્રદર્શનકારીઓએ રસ્તો ન આપતા એક નવજાત બાળકનું મોત થયું.

મેરઠ, ગોરખપુર, સહારનપુર, હાપુડ, બિજનૌર, મુઝફ્ફરનગર, મથુરા અને આગરા સહિત ઘણાં જિલ્લા પ્રદર્શનકારીઓએ હોબાળો કર્યો હતો. મથુરા, હાપુડ અને મેરઠમાં પ્રદર્શનકારીઓ દ્વારા તોડફોડ સાથે વાહનો અને પોલીસ સ્ટેશનમાં પણ આગ લગાડવામાં આવી હતી. ઓગ ઓલવવા પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો.

ઝારખંડમાં પણ રસ્તા ચક્કાજામ કરવામાં આવ્યા. ઘણી જગ્યાએ ટ્રેનો રોકવામાં આવી. પ્રદર્શનકારીઓએ જબરજસ્તી બજારો બંધ કરાવ્યા હતા. રાંચીમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જમશેદપુરમાં એક ટ્રકમાં આગ લગાવવામાં આવી હતી.

ગુજરાતના સૌરાષ્ટ, કચ્છ, રાજકોટ અને અમદાવાદમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા, બસોમાં તોડફોડ કરી અને વિવિધ જગ્યાએ આગ લગાડવામાં આવી. હરિયાણામાં નેશનલ હાઈવે-૧ બંધ કરી દેવામાં આવ્યો. કૈથલમાં રોડવેઝ ડેપોમાં ઘુસી ગયા હતા. અહીં ટીકિટ કાઉન્ટર પર તોડફોડ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ એક ટ્રેન એન્જન પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે ભીડને ભગાડવા માટે અશ્રુસેલ પણ છોડ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY