ભારત બંધ : ગભરાયેલી પોલીસે અમદાવાદને બાનમાં લીધું, હજારો કર્મચારીઓ અટવાયા

0
55

અમદાવાદ,
૦૨/૦૪/૨૦૧૮

સરકારના એટ્રોસીટીના મુદ્દે છેડેલા મુદ્દે નારાજ દલીત સમાજે સોમવારે દેશબંધનું એલાન આપી દીધું છે. સોમવારે સવારથી જ દલીલ અગ્રણીઓ યુવાનોનું ટોળું લઇને બજાર બંધ કરાવવા માટે નિકળી પડ્યા હતા. જાકે આ આંદોલનથી ગુજરાતની બાહોશ પોલીસ એટલી હદે ગભરાઇ ગઇ છે કે પોલીસે જ જાણે શહેરના બાનમાં લઇ લીધું હોય તેવો ઘાટ થયો છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચેના તમામ માર્ગો પોલીસે બ્લોક કરી દીધા હતા. જેને કારણે અમદાવાદથી ગાંધીનગર નોકરી જતા હજારો કર્મચારીઓ અટવાયા હતા. જ્યારે બીજી તરફ સવારે ગાંધીનગરથી અમદાવાદ આવી રહેલા લોકો પણ અટવાયા હતા.

કોઇ અનિચ્છનિય બનાવ બને નહિ તેના માટે પોલીસે જ અમદાવાદ શહેરના એવા પોકેટ કે જ્યાં દલીત સમાજની વસ્તી વધારે છે. ત્યાં સતત પેટ્રોલીંકના નામે દલીતોના ટોળા સાથે જ ફરવાનુ શરૂ કરી દીધું છે. વાડજ, દાણી લીમડા, મેઘાણી નગર,ભુદર પુરા સહિતના વિસ્તારોમાં બંધને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

જાકે પોલીસે તકેદારીના નામે દલીત પોકેટના વિસ્તારોની આજુ- બાજુના રસ્તાઓ જ બ્લોક કરી દીધા છે. જેને લઇને શહેરીજનો અટવાઇ ગયા હતા. દલીત નેતાઓ અને યુવાનો એ જેટલી દુકાનો બંધ ન કરાવી હતી તેના કરતાં વધુ તો પોલીસની સક્રીયતા જાવા મળતી હતી. પોલીસની રોડ બ્લોક કરી દેવાના અને રસ્તાઓ બંધ કરાવતાં જાણે કે પોલીસ જ આ સરકાર વિરોધી આંદોલન સફળ કરાવવાના મુડમાં હોય તેવું જાવા મળતું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY