ભોપાલ,
તા.૩/૪/૨૦૧૮
સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી/એસટી એક્ટ પર આપવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ દલિત સંગઠનો દ્વારા રાખવામાં આવેલું ભારત બંધ હિંસક રૂપ લઇ ચૂક્્યું છે. દેશ ભરમાં હિંસાની ખબર છે. પરંતુ મધ્યપ્રદેશ માં હાલત નાજુક છે. ભારત બંધ દરમિયાન થયેલી હિંસા મામલે મધ્યપ્રદેશ માં બે પોલીસકર્મીઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાયો છે.
મંગળવારે મધ્યપ્રદેશ ના ભિંડ, મુરેના અને ગ્વાલિયરમાં ભારત બંધ હિંસક થઇ ગયું હતું. બંધ દરમિયાન થયેલી હિંસામાં ૭ લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે. આ દરમિયાન સરકારી સંપત્તિને પણ ઘણું નુકશાન થયાની ખબર છે. ઘણા વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ અને કોલેજ આજે બંધ રાખવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્યમાં હાલ પરિસ્થતિ કાબુમાં છે. બીજી તરફ ભારત બંધ ને લઈને યુપીના ઘણા શહેરોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બંધ નો સૌથી વધુ અસર પશ્ચિમ ઉત્તરપ્રદેશ માં જાવા મળ્યો છે. હિંસામાં શિકાર થયેલા મેરઠ, ગાઝિયાબાદ, હાપુડ અને મુઝફ્ફરનગર સહિત ઘણા વિસ્તારોમાં સ્કૂલ બંધ રાખવામાં આવી છે. મેરઠ માં બપોરે ૨ વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"