ડેડીયાપાડાના અલમવાડીની મહિલાએ વધુ માત્રા માં શક્તિની ગોળીયો ખાઈ લેતા સારવાર દરમિયાન મોત

0
233

બે દિવસ પહેલા પણ ઝેરી દવા પીનાર યુવાનને ત્રણ સરકારી દવાખાને રીફર કરાયા બાદ મોત થયું હતું ત્યારે આ ઘટના માં મહિલા ને ત્રણ દવાખાના માં ફેરવ્યા બાદ મોત થી આરોગ્ય વિભાગની બાય બાય ચાયણી ની રમત સામે આવતા સરકારી તંત્રની ઘોર બેદરકારી છતી થઈ હતી…?!

રાજપીપલા:નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના અલમવાડી ગામે રહેતી દક્ષાબેન દિવ્યેશભાઈ વસાવા (23) એ ગત તારીખ 28-3-18 ના રાત્રે લગભગ આઠ વાગે ઘરમાં શક્તિની ગોળી વધુ પ્રમાણમાં ખાઈ લેતા એને તાત્કાલિક ડેડીયાપાડા સરકારી દવાખાને લઈ જવાયા બાદ રાજપીપલા સિવિલ દાખલ કરાયા ત્યાંથી બીજે દિવસે વધુ સારવાર માટે વડોદરા સયાજી માં મોકલાયા જ્યાં ગતરોજ 1લી એપ્રિલે સારવાર દરમિયાન મોત થતા સરકારી સારવાર પર અનેક સવાલો ઉભા થઈ રહયા છે.ડેડીયાપાડા પોલીસે અ.મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ પી.એસ.આઈ.વી.એસ.ગઢવી કરી રહ્યા છે.

રિપોર્ટર- નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY