ભારતમાં રેલવે ટ્રેક ઉ૫ર ફરી વખત દોડશે ૧૫૦ વર્ષ જૂના સ્ટીમ એન્જીન !

0
99

ન્યુ દિલ્હી,
તા.૯/૪/૨૦૧૮

દિલ્હીમાં વરાળથી ચાલતા એન્જીનવાળી ટ્રેનની સવારી કરવાનો મોકો મળશે!

રેલવેના ઇતિહાસને ઉજાગર કરવા અને પ્રવાસીઓને આકર્ષવા માટે રાષ્ટ્રીય રેલ સંગ્રહાલય દ્વારા ૧૫૦ વર્ષ જૂના સ્ટીમ એન્જીનને ફરી વખત દોડતા કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં લોકોને વરાળથી ચાલતા એન્જીનવાળી ટ્રેનની સવારી કરવાનો મોકો મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર હાલ ૧૮૬૫માં બનેલા રામ ગોટી, ૧૯૨૦માં બનેલા ફિનિક્સ અને ૧૯૫૧માં બનેલા ફાયરલેસ લોકોમોટીવ નામના સ્ટીમ એન્જીનને ફરી વખત દોડતા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તજજ્ઞોનું એક ગૃપ આ ત્રણ એન્જીનને ફરીથી શરૂ કરવાના કામમાં લાગેલ છે. તેમની તપાસ બાદ તેમને મુસાફરો માટે ઉપલબ્ધ કરવામાં આવશે. એનઆરએમના નિર્દેશકના જણાવ્યા અનુસાર અમે તેમને મુસાફરીના ઉદ્દેશ્યથી ફરીથી શરૂ કરવા જઇ રહ્યા છે. ફાયરલેસ લોકોમોટીવ નામનું સ્ટીમ એન્જીન આ વર્ષના અંત સુધીમાં જ તૈયાર થઇ જશે. બે અન્ય એન્જીનોને ફરીથી ચલાવવા માટે આવનાર વર્ષ સુધીમાં તૈયાર કરવામાં આવશે.

જૂના એન્જીનનોને ફરીથી શરૂ કરવામાં કરવામાં ઘણો વધુ સમય લાગે છે. તેમના વધુ પડતા ભાગ તથા તેના સ્પેરપાર્ટ ઘણી હદ સુધી જૂના થઇ ગયેલ હોય છે. અને તેમને શોધવું મુશ્કેલી ભર્યુ રહે છે. વર્તમાનમાં ટૂરિઝમ સંગ્રહાલયમાં દર રવિવારે વરાળ એન્જીન વાળી ટોય ટ્રેન અને પ્રત્યેક ગુરૂવારે પટીયાલા સ્ટેટ મોનોરેલની સવારીની મઝા લઇ શકે છે. પટીયાલા સ્ટેટ મોનોરેલનું એન્જીન ૧૯૦૭માં બનાવવામાં આવ્યુ હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY