ન્યુ દિલ્હી,તા.૨૭
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની સિરીઝની પ્રથમ મેચ ૬ ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ સિરીઝની પ્રશંસકો આતુરતાથી રાહ જાઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ હરાવવાનું સપનું સાકર થવાની આ સારી તક છે. કારણ કે, તેમના બે મહત્વના ખેલાડી સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યા બાદથી જ ઓસ્ટ્રેલિયાનું ટેસ્ટમાં પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નથી. બંન્ને ખેલાડીઓ બોલ ટેમ્પરિંગ મામલામાં એક-એક વર્ષનો પ્રતિબંધ લાગેલો છે. એવામાં માનવમાં આવી રહ્યું છે કે, ભારત પાસે આ વખતે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવવાની સારી તક છે. ભારતીય પ્રશંસકોની આશા છે કે, વર્ષોથી સંજાવેલું આ સપનું હવે સાકાર થઇ શકે છે.
૬-૧૦ ડિસેમ્બર, પ્રથમ ટેસ્ટ મેચ, એડિલેડ ઓવલ, સવારે ૫ઃ૩૦ વાગ્યાથી (ભારતીય સમયાનુસાર)
૧૪-૧૮ ડિસેમ્બર, બીજી ટેસ્ટ મેચ, પર્થ સ્ટેડિયમ, સવારે ૭ઃ૫૦ વાગ્યાથી (ભારતીય સમયાનુસાર)
૨૬-૩૦ ડિસેમ્બર, ત્રીજી ટેસ્ટ મેચ, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, સવારે ૫ઃ૦૦ વાગ્યાથી (ભારતીય સમયાનુસાર)
૩-૭ જાન્યુઆરીઃ ચોથી ટેસ્ટ મેચ, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સવારે ૫ઃ૦૦ વાગ્યાથી (ભારતીય સમયાનુસાર)
બંન્ને ટીમો આ પ્રકારે છે ઃ
ભારતઃ વિરાટ કોહલી, મુરલી વિજય, કેએલ રાહુલ, પૃથ્વી શા, ચેતેશ્વર પૂજારા, અજિંકીયરહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, રીષભ પંત, પાર્થિવ પટેલ, રવિ અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, જસ્પ્રીત બૂમરાહ, ભુવનેશ્વર કુમાર.
આૅસ્ટ્રેલિયાઃ ટિમ પેન, પેટ કમિન્સ, એરોન ફિંચ, પીટર હેન્ડસકોમ, માર્કસ હૈરિસ, જાશ હેઝલવૂડ, ટ્રૈવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, મિશેલ માર્શ, શોન માર્શ, પીટર સિડલ, મિશેલ સ્ટાર્ક, ક્રિસ ટરમેન.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





