પશ્ચિમ બંગાળને અતિ-સંવેદનશીલ રાજ્ય જાહેર કરવા ભાજપાની માંગ

0
5

ન્યુ દિલ્હી,તા.૧૩
ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરીને પશ્ચિમ બંગાળને અતિસંવેદનશીલ રાજ્ય જાહેર કરવાની માંગણી કરી છે. બીજેપીએ માંગણી કરી છે કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં ફક્ત સીઆરપીએફ તહેનાત કરવામાં આવે. બીજેપીનું કહેવું છે કે તેમને પશ્ચિમ બંગાળ પોલીસ પર વિશ્વાસ નથી, આથી જ બંગાળ પોલીસની સુરક્ષામાં ચૂંટણી યોજવામાં ન આવે.
ચૂંટણી પંચ સાથે મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, “બંગાળમાં ચૂંટણી દરમિયાન થતી હિંસાને કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે. બંગાળમાં થતી હિંસાને ધ્યાનમાં રાખીને અમે ચૂંટણી પંચ સમક્ષ આખા બંગાળને અતિસંવેદનશીલ રાજ્ય જાહેર કરવાની માંગણી કરી છે. તમામ બૂથ પર સીઆરપીએફના જવાનોને તહેનાત કરવાની પણ માંગણી કરવામાં આવી છે. બંગાળમાં ચૂંટણી દરમિયાન મીડિયા પર પણ અઘોષિત પ્રતિબંધ રહેતો હોય છે. અમે મીડિયાને પ્રવેશ મળે તેવી માંગણી કરી છે.”
બીજેપીએ તેની સાથે જ ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ફરિયાદ કરી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ અંગેની જાણકારી આપતા કહ્યું કે, “અમે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરી છે. રાહુલ ગાંધીએ પીએમ વિરુદ્ધ ખોટા આરોપ લગાવ્યા છે, જે મોડલ કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરે છે. આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.”
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે અમદાવાદ ખાતે જાહેર સભાને સંબોધતા પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા. બીજેપીએ આ અંગેની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY