સમગ્ર વિશ્વ આપણા માનવાધિકારના રેકોર્ડને જાણે છે, કેટલાક રિપોર્ટ મોટિવેટેડ હોય છે

0
368

ન્યુ દિલ્હી,તા.૨૭
જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારના હનનને લઈને સંયુક્ત રાષ્ટÙના રિપોર્ટને સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ફગાવી દીધો છે. તેઓએ કÌšં કે, સમગ્ર વિશ્વ આપણાં માનવાધિકારના રેકોર્ડને જાણે છે. કેટલાક રિપોર્ટ મોટિવેટેડ હોય છે.
સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યુ કે, “હું ભારતીય સેના માનવાધિકાર પર કંઈજ કહીશ નહીં. કાશ્મીરના લોકો આંતરરાષ્ટ્રીય જૂથ અને તમામ લોકો સારી રીતે જાણે જ છે.
તેઓએ વધુમાં કહ્યુ કે “અમે આ રિપોર્ટ અંગે વધુ નથી વિચારવું. કેટલીક રિપોર્ટ ખાસ ઉદ્દેશ્ય સાથે પ્રેરિત હોય છે. માનવાધિકારના મુદ્દે ભારતીય સેનાનો રેકોર્ડ ઘણો જ સારો છે.
ભારતીય સૈન્ય કાશ્મીર ખીણમાં શાનદાર કામગીરે કરી રહી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જે આતંકીઓ આજકાલ હુમલાનું ષડયંત્ર રચે છે તે ટેકનિકનો ખુબ જ ઉપયોગ કરી રહ્યાં છે.
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનને લઈને સંયુક્ત રાષ્ટÙએ એક અહેવાલ બહાર પાડ્યો હતો. જેમાં સેના પર સવાલ ઉઠાવવામાં આવ્યાં હતાં. આ અહેવાલ પર ભારત સરકાર સહિત તમામ રાજકીય પક્ષોએ ભાર વિરોધ નોંધાવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY