રાજપીપલા પાસેના માંડણ પાસે પુરપાટ જતી ટ્રકે બાઈક સાથે અથાડતાં ચાલકનું મોત જયારે સાગબારા ના ઉમાન ના યુવાનની બાઈક સ્લીપ થતા મોત
રાજપીપલા: નર્મદા જિલ્લા માં ગુરુવારે બે અકસ્માત ના બનાવ માં બે યુવાનોના મોત થયા હતા જેમાં નાંદોદ ના માંડણ પાસેથી પુરપાટ જતી ટ્રકે એક બાઈક ચાલાક ને અડફટે લેતા બાઈક ચાલાક ભુપેન્દ્ર છેટિયાં વસાવા (25) રહે ,ખુટા આંબા,નાંદોદ નું ગંભીર ઇજા થતા મોત થયું હતું જયારે અકસ્માત બાદ ટ્રક નં.જી .જે.6.ટી.ટી.9946 નો ચાલાક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો જયારે બીજા બનાવ સાગબારા માં બન્યો જેમાં કિરણ યશવંત નાઈક રહે ,ઉમાન,તા .સાગબારા પોતાની બાઈક નં.જી .જે.05 ડી .એન.3589 લઈ પુરપાટ જતો હતો ત્યારે બાઈક માર્ગ પર સ્લીપ થઈ જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું.બંને બનાવો માં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .
રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"