ન્યુ દિલ્હી/રિયાધ,તા.૧૨
ભારતની સાથે દ્વિપક્ષીય અને કારોબારી સંબંધોને મજબુતી આપીને વિશ્વની સૌથી મોટી ભેલ ઉત્પાદક કંપની સાઉદી અરેબિયાએ મહારાષ્ટÙમાં સૌથી મોટી રીફાઇનરી લગાવાનો નિર્ણય લીધો છે. અરેબિયા સાથે ભારતીય રિફાઇનરી કંપનીઓનો સમુહ અંદાજે ૪૪ અરબ ડોલરના રોકાણથી આ પેટ્રોકેમિકલ પ્રોજેકટને પુરો કરશે.
મહારાષ્ટÙમાં લાગતા આ પ્રોજેકટે સાઉદી કંપની અને રત્નાગીરી રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સનો બરાબરનો ભાગ રહેશે. આરઆરપીએલ, ઇન્ડીયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ અને ભારત પેટ્રોલીયમનું જાઇન્ટ વેન્ચર હશે. આ પ્રોજેકટની ક્ષમતા વર્ષના ૧.૮ કરોડ ટન ઉત્પાદનની હશે. ભારતમાં લાગતા આ પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ વિશ્વની મોટી રીફાઇનરીઓમાંથી એક હશે.
સાઉદી અરબના ઉર્જામંત્રી ખલીદ અલફલીએ કહયુ ગમે એટલો મોટો પ્રોજેકટ હોય, પરંતુ તેનાથી અમારી ભારતમાં રોકાણની ઇચ્છા પુર્ણ થઇ નથી. અમે રોકાણ અને કાચા તેલની સપ્લાય માટે ભારતને સહકાર આપીશુ.ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન બન્યા બાદ ભારત અને સાઉદી અરબના સંબંધ અત્યંત ગાઢ બન્યા છે. સાઉદ અરેબિયા કુલ કાચા તેલની સપ્લાઇનો અંદાજે પ૦ ટકા ભારતના આ સંયંત્રમાં પ્રક્રિયા કરશે. સાઉદી અરબ ભારતના ઇરાકને પાછળ છોડીને સૌથી મોટુ સપ્લાયર બનવા માગે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"