ભારતની નીતિ પક્ષપાતપૂર્ણ,ટ્રમ્પે બીજી વખત આયાત નીતિને લઈ નિશાન સાધ્યું

0
61
Washington : President Donald Trump and Indian Prime Minister Narendra Modi hug while making statements in the Rose Garden of the White House in Washington, Monday, June 26, 2017. AP/PTI(AP6_27_2017_000042B)

ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને સુંદર વ્યક્તિ કહી નકલ કરતાં કટાક્ષ કર્યો
વાશિંગ્ટન,તા.૨૭
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ ઉતારી છે. તેઓ હાર્લે ડેવિડસન બાઈક પર ભારતમાં ૧૦૦ ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવા અંગે વાત કરતાં હતા. ટ્રમ્પે સપ્તાહમાં બીજીવખત ભારતની આયાત નીતિ પર સવાલ ઉઠાવ્યાં છે. ટ્રમ્પે અમેરિકી ગર્વનન્સની બેઠકમાં કહ્યું કે, “ભારતથી બાઈક જ્યારે અહીં આવે છે ત્યારે આપણને કંઈજ નથી મળતું પરંતુ જ્યારે આપણાં બાઈક ભારત જાય છે તો આપણે ૧૦૦ ટકા ટેક્સ ચુકવવો પડે છે.” ટ્રમ્પે ગત મહિને પણ અફઘાન મુદ્દે ચર્ચા દરમિયાન પીએમની અંગ્રેજી બોલવાની સ્ટાઈલની નકલ કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અઠવાડિયામાં બીજી વખત ભારતની આયાત નીતિને લઈને નિવેદન કર્યું છે. માનવામાં આવે છે કે અમેરિકા દ્વારા ભારત પર આયાત નીતિમાં બદલાવ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ટેક્સ રેટમાં ઘટાડો કરે તેવી પણ યુએસ ઈચ્છા રાખે છે. આટલું જ નહીં અમેરિકાએ ચેતવણી આપી છે કે જા ભારત આવું નહીં કરે તો અમેરિકા પણ પોતાને ત્યાં ટેક્સ લગાવવાનું વિચારી શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, “ભારતની નીતિ પક્ષપાતપૂર્ણ છે. વેપાર વધારવા માટે અનેક પગલાંઓ ઉઠાવી રહ્યાં છે.”ટ્રમ્પે કહ્યું કે, “મેં જ્યારે આ વાત કરી ત્યારે હાર્લેના માલિક ચુપ રહ્યાં છે કેમકે તેમને તેની આદત પડી ગઈ છે.”
ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતાં તેના પર કટાક્ષ કર્યો હતો. ટ્રમ્પે મોદીને શાનદાર શખ્સ ગણાવ્યાં પરંતુ આરોપ લગાવ્યો કે વાયદો કર્યો હોવા છતાં મોદીએ તેમને કંઈ જ ન આપ્યું. ટ્રમ્પે કહ્યું કે, “હું સમજું છું કે વડાપ્રધાન મોદી એક શાનદાર શખ્સ છે. તેઓએ મને કહ્યું કે અમે ઈમ્પોર્ટ ડ્યૂટી ૫૦ ટકા ઓછી કરી રહ્યાં છીએ. મેં કહ્યું ઠીક છે, પરંતુ હજુ સુધી આપણને કંઈજ મળ્યું નથી. તેઓને ૫૦ ટકા ટેક્સ તરીકે મળે છે પરંતુ આપણને કંઈ જ નહીં. ભારતને લાગે છે કે તેઓ આપણાં પર અહેસાન કરી રહ્યાં છે પરંતુ આ કોઈ જ અહેસાન નથી.”ટ્રમ્પે વધુમાં કહ્યું કે, “મને ખ્યાલ જ ન રહ્યો અને તેઓએ સુંદર રીતે પોતાની વાત મને જણાવી. મોદી એક સુંદર વ્યક્તિ છે.”

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY