રાજકીય રોટલા શેકવા અલ્પેશ ઠાકોરના નીરજ બડગુજર જેવા પ્રમાણિક IPS અધિકારીઓ પર આરોપ મુકવા કેટલા યોગ્ય..?

0
199

20/02/2018

    બનાસકાંઠા જીલ્લો ગુજરાતમાં દારૂનો પ્રવેશ દ્વાર હતો. પરંતુ છેલ્લા 2 વર્ષ થી બનાસકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષક તરીકે નીરજ બડગુજર ચાર્જ સંભાળતા દારૂના બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જીલ્લામાં આ પહેલા અનેક SP આવી ગયા. જેનો સંપર્ક કરવો પણ સામાન્ય નાગરિક માટે એક મોટો સવાલ હતો. પરંતુ આજે જીલ્લાનો કોઈપણ નાગરિક DSP નીરજ બડગુજરનો સીધો સંપર્ક કરી શકે છે. મોટાભાગે DSP પોતાના સરકારી મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર થી ફોન ઉપાડતા નથી. પરંતુ નીરજ બડગુજર સાહેબ ને જીલ્લાના કોઈપણ નાગરિક મુક્ત મને પોતાની વ્યથા જણાવી શકે છે. જયારે DSP સાહેબ તમામ લોકોની મુશ્કેલીને સમજી જવાબદાર પોલીસ અધિકારીને તેને મદદરૂપ બનવા માટે સુચના પણ આપે છે. તેમ છતાં કેટલાક રાજકીય નેતાઓ આવા પ્રમાણિક અને પ્રજા વચ્ચે ઉભા રહેનાર અધિકારીઓ પર પોતાનો રાજકીય રોટલો શેકવા આક્ષેપ કરી રહ્યા છે. તેનો જવાબ જીલ્લાની પ્રજાએ તેમને સભા વચ્ચે ઉભા થઇ આપવો જોઈએ. જેથી આવા પ્રમાણિક અધિકારીઓ વધુ મજબુતાઈ થી લોકોના પ્રશ્નોને વાચા આપી શકે.

– જીલ્લામાં જે પણ લોકો DSP નીરજ બડગુજરને ફોન કર્યો હોય અને તેમને નાગરીકોને ન સાંભળ્યા હોય તેવો કોઈ નાગરિક છે ?

– જીલ્લામાં કોઈ જગ્યાએ ખુલ્લેઆમ રસ્તા પર દારૂ વેચાણ થાય છે ?

– જીલ્લામાં એવા ક્યાં મોટા ગુના થયા જેના ભેદ આજ દિન સુધી નથી ઉકેલાયા ? 

– જીલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 25 કરોડ થી વધુનો દારૂ ઝડપાયો છે 

– જીલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે અત્યાર સુધી 100 થી વધુ પોલીસકર્મીઓની બદલી 

– જીલ્લામાં દારૂબંધીના કડક અમલ ન કરતાં આશરે 25 થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ 

– જીલ્લામાં કોઈપણ મોટી ક્રાઈમની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલની જેમ પોતાની ફરજ સમજી ત્વરિત ઘટના સ્થળે પોહ્ચે છે DSP નીરજ બડગુજર

– દારૂબંધીના કડક અમલ માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા એવોર્ડ 

    અત્યારે બુટલેગરો તો જીલ્લામાં દેખાતા જ નથી. તેમ છતાં અલ્પેશ ઠાકોર જેવા નેતા પોતાની રાજકીય કારકિર્દીને વધુ મજબૂત બનાવવા DSP નીરજ બડગુજર પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. આવા પ્રમાણિક અધિકારીની સાચી વાત લોકો સુધી પોહ્ચે તે દરેક બનાસકાંઠાના નાગરિકની ફરજ છે. જેથી આ સંદેશને વધુમાં વધુ શેર કરો. જેથી અલ્પેશ ઠાકોર પણ સમજે કે માત્ર આક્ષેપ ન કરવા કેટલીક વાસ્તવિકતા પણ સમજવી જરૂરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY