ન્યુ દિલ્હી,તા.૨૧
એઆઈબીએ વુમન વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય યુવા બોક્સર સોનિયા ચહલે વર્ષ ૨૦૧૪ની વર્લ્ડ ચેમ્પિયન બલ્ગેરિયાની સ્ટેનિમિરા પેટ્રોવાને ૩-૨થી પરાજય આપી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
બીજા રાઉન્ડમાં બલ્ગેરિયાની બોકસરે સોનિયા કરતાં વધુ પોઇન્ટ મેળવ્યા હતા. અંતિમ રાઉન્ડમાં સોનિયાએ આક્રમક રમત દર્શાવી હતી જેને કારણે સોનિયાને જજે વિજેતા જાહેર કરી હતી. મેચ હાર્યા બાદ પેટ્રોવાએ જજના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. પેટ્રોવાએ કહ્યું કે, હું આ નિર્ણયથી જરા પણ ખુશ નથી. જજ દ્વારા ભ્રષ્ટાચાર કરાયો છે. આ પરિણામ યોગ્ય નથી. તે પછી ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિયેશને આ ઘટનાની નોંધ લેતાં કહ્યું કે, તેઓ આ મામલે સમીક્ષા કરશે. મેચ બાદ એઆઈબીએના નિવેદનમાં જણાવાયું કે, આ મેચ અંગે એઆઈબીએની ટેકિનકલ ડેલિગેટ તેની સમીક્ષા કરશે.
બોક્સિંગમાં મેચ દરમિયાન નિર્ણય મામલે એઆઈબીએ માટે મુખ્ય ચિંતાનું કારણ રહ્યું છે. જે અંગે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિયેશને પણ ચેતવણી આપી છે.
આ ઉપરાંત બલ્ગેરિયાના બોક્સિંગ કોચ પીટર લેસોવે પણ જજ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો જેને કારણે તેમના પર રિંગની આસપાસ જવા પર એઆઈબીએ દ્વારા પ્રતિબંધ લગાવી દેવાયો છે. પેટ્રોવાએ જજના નિર્ણય પર આંગળી ચીંધ્યા બાદ તેના કોચે રિંગની અંદર બોટલ ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. એઆઈબીએ દ્વારા લેસોવના એક્રિડેશન કાર્ડને રદ કરી દીધું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




