સુપ્રિમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતાં જણાવ્યું
ન્યુ દિલ્હી,તા.૨૫
સુપ્રીમ કોર્ટે લશ્કરમાં મહિલાઓને સ્થાયી રૂપે કમિશન આપવાના મામલે ચાલી રહેલા કેસમાં સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે સ્ત્રી-પુરુષના ભેદ મામલે સરકારનું કોઈ પણ પ્રકારનું ભેદભાવભર્યું વલણ ચલાવી લેવામાં નહીં આવે.
મહિલાઓને સ્થાયી કમિશન આપવાના મામલે કરવામાં આવેલી અરજીમાં મહિલાઓ તરફથી ઉપસ્થિત થયેલા એડ્વોકેટ મિનાક્ષી લેખીએ ૨૦૧૦થી ચાલ્યા આવતા વિખવાદનો અંત લાવી કેસનું ઝડપથી નિરાકરણ લાવવા સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું.
૨૦૧૦માં દિલ્હી હાઈ કોર્ટે દેશની સંરક્ષણ સંસ્થા નેવીને મહિલા અધિકારીઓને પરમેનન્ટ કમિશન આપવાના કરેલા આદેશ સામે સંરક્ષણ વિભાગે સુપ્રીમમાં કરેલી અરજીની સુનાવણીમાં જસ્ટિસ એન. વી. રામન અને એસ. એસ. નઝીરની ખંડપીઠે સરકારને ૮ મે સુધીમાં નિર્ણય લેવા આદેશ કર્યો છે.
સરકારે કરેલી સ્પષ્ટતા મુજબ સરકારે આર્મિ, નેવી અને ઍરફોર્સ અધિકારી સાથે પરમેનન્ટ કમિશન અંગે બેઠક યોજી હતી. સરકારે એ અંગે ફાઇનલ પાલિસી હાથ ધરી છે, પરંતુ એના અમલ માટે છ મહિનાના સમયગાળાની શક્યતા સરકાર તરફથી દાખવવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં સરકાર પાસે વધુ સ્પષ્ટતાભર્યો જવાબ માગ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે પુરુષોને પરમેનન્ટ કમિશન આપવામાં આવતું હોય તો મહિલા અધિકારીઓને વંચિત રાખી શકાય નહીં તેઓ પણ તેના હકદાર છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"