ભારતને એનસજી સદસ્ય બનવા માટે બ્રિટન બિનશરતી સમર્થન આપશે

0
4

યુએન,તા.૨૮
બ્રિટને ફરી એકવાર કહ્યુ છે કે, તે ન્યૂકિલયર સપ્લાયર ગ્રુપમાં (NSG) ભારતના સદસ્ય બનવાનું કોઈપણ પ્રકારની શરતો વગર સમર્થન કરે છે. વધુમાં બ્રિટને જણાવ્યું કે, ન્યૂકિલયર વ્યાપારની જવાબદારી ધરાવતા આ વિશિષ્ટ જૂથમાં પ્રવેશવાની સંપૂર્ણ ક્ષમતા ભારતમાં છે.મળતી માહિતી મુજબ ભારતીય વિદેશ મંત્રાલય અને બ્રિટનની ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના અધિકારીઓ વચ્ચે ચર્ચા બાદ કેટલાંક રાજકીય સૂત્રોએ જણાવ્યું કે, બ્રિટન ભારતને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ચાલનારી વ્યવસ્થાનું મુખ્ય સદસ્ય અને સંરક્ષક માને છે.
ઉલ્લેખનીય છે કે, NSG માં ભારતના પ્રવેશને લઈને ચીન પહેલેથી જ વિરોધ કરતું રહ્યુ છે. છતાં ભારત NSG માં તેના પ્રવેશ માટે નવેસરથી દાવેદારી કરી રહ્યુછે. હાલમાં અમેરિકા સાથે યોજાયેલી ૨+૨ ચર્ચામાં અમેરિકાએ પણ ભારતને જલદી જ આ ગ્રુપનું સદસ્ય બનાવવાનું સમર્થન કર્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY