અમદાવાદ,તા.૨૮
રાજ્યભરમાં હવેથી સ્વાઇન ફ્લૂના દર્દીઓ સિઝનલ ફ્લૂના દર્દી તરીકે કેસ પેપરમાં નોંધાશે, કારણ કે રાજ્ય સરકારે હવે સ્વાઇન ફ્લૂને સિઝનલ ફ્લૂનું સત્તાવાર નામ આપ્યુ છે. આ અંગે આરોગ્ય વિભાગના હેલ્થ નિયામક પરેશ દવેએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં હવે સ્વાઇન ફ્લૂ સિઝનલ ફ્લૂના નામથી ઓળખાશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સૂચના બાદ ભારત સરકારે રાજ્યને કરેલી ભલામણના આધારે આ નિર્ણય લેવાયો છે.
બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યા બાદ તેને અધૂરી સારવારે અન્ય હોસ્પિટલમાં રિફર કરી શકાશે નહીં. જા એવું થશે તો એપિડેમિક એક્ટ-૧૮૯૭ મુજબ તેમની સામે પગલાં લેવામાં આવશે.
રાજ્યના તમામ નોડલ ઓફિસર સાથે સિઝનલ ફ્લૂના મુદ્દે તેમજ શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આજે એક મિટિંગ યોજાઇ છે, જેમાં તેઓને સ્વાઇન ફ્લૂના બદલે સિઝનલ ફલૂ કેસ પેપરમાં લખવા માટે જણાવવામાં આવશે.
વર્ષ ર૦૦૯માં એચ૧ એન૧ના ઘાતક વાઇરસને સ્વાઇન ફલૂ તરીકે જાહેર કરાયો હતો. ઉૐર્ંએ વૈજ્ઞાનિક કારણસર સ્વાઇન ફ્લૂને સિઝનલ ફ્લૂ નામ આપ્યું છે. હવે આરોગ્ય વિભાગ પણ તેને સિઝનલ ફ્લૂ તરીકે ઓળખશે તેવું નાયબ નિયામક એપિડેમિક ડો. દિનકર રાવલે પણ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીમાર નાગરિકો સમયસર સારવાર શરૂ કરે તે માટે તકેદારી રખાશે. જા ૪૮ કલાકમાં એન્ટિ વાઈરલ દવા ન લેવાય તો તે રોગ અન્યમાં ફેલાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



