લશ્કદરી ભરતી મેળામાં ઉત્તિર્ણ થયેલ ઉમેદવારો માટે બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન

0
177

સુરેન્દ્ર નગર જિલ્લાના ઉમેદવારો માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રાઉન્ડા, રાજકોટ ખાતે તા.૨૬/૪/૨૦૧૮ થી તા.૬/૫/૨૦૧૮ના રોજ સોલ્જર જનરલ ડયુટી, સોલ્જનર ટ્રેડમેન, સોલ્જીર ટેકનિકલ, સોલ્જીર કલાર્ક, સોલ્જલર નર્સીંગ આસીસ્ટેન્ટનની જગ્યાટઓ માટે લશ્ક રી ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જે લશ્કલરી ભરતી મેળામાં સુરેન્દ્રલનગરના કૂલ-૧૦૯ જેટલા ઉમેદવારો શારીરિક તથા મેડીકલ કસોટીમાં ઉત્તિર્ણ થયેલ છે. જે લશ્કંરી ભરતી મેળામાં સુરેન્દ્ર નગર જિલ્લાના મેડીકલ કસોટીમાં ઉત્તિર્ણ થયેલ હોય અને એડમીટ કાર્ડ ઈસ્યુશ થયેલ હોય તેવા ઉમેદવારો માટે દિન-૧૫નો બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. તો જાહેરાત પ્રસિધ્ધર થયાના દિન-૩માં કચેરીના કામકાજના દિવસ દરમિયાન એડમીટ કાર્ડની નકલ તથા સંમતી જમા કરાવવા આથી જણાવવામાં આવે છે. તેમજ અગાઉ તાલીમ લીધેલ ઉમેદવારોને તાલીમ મળવા પાત્ર રહેશે નહીં. વધુમાં જણાવાયાનુસાર અન્યઉ કોઈ મિત્રો પાસ થયેલ હોય તો તેઓ પણ બિન નિવાસી તાલીમ વર્ગમાં ભાગ લઈ શકે છે. વધુ માહિતી માટે જિલ્લાા રોજગાર કચેરીનો સ્વિખર્ચે રૂબરૂ સંપર્ક સાધવા રોજગાર અધિકારી (જનરલ) સુરેન્દ્રાનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY