ન્યુ દિલ્હી,તા.૧
પાકિસ્તાની સૈન્યનું હેલિકોપ્ટર ભારતીય સરહદમાં ઘુસી તો આવ્યું પણ તેની સાથે મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા રહી ગઈ. લાઈન ઓફ કંટ્રોલ પર પૂંછ સેક્ટરમાં ઘુસી આવેલા હેલિકોપ્ટરને ભારતીય સુરક્ષા બળોએ તોડી પાડવાની તૈયારીમાં જ હતાં. જા આમ થાત તો મોટો અકસ્માત થઈ શકે તેમ હતો.
ભારત પાકિસ્તાનના જે હેલિકોપ્ટરને તોડી પાડવાની ફિરાકમાં હતું તેમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના વડાપ્રધાન રજા ફારૂક હૈદર સવાર હતાં. આ હેલિકોપ્ટર ભારતીય સરહદમાં ૧૦ કિલોમીટર સુધી ઘુસી આવ્યું હતું અને બે થી ત્રણ મીનિટ ચક્કર લગાવતું રહ્યું હતું.
અચાનક ઘુસી આવેલા પાકિસ્તાનીએ હેલિકોપ્ટર પર ભારતીય જવાનોએ જમીન પરથી જ હેલિકોપ્ટરને નિશાન બનાવતા ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઉપરાંત ભારતીય વાયુસેનાના બે ફાઈટર જેટ્સ પણ રવાના કરી દેવામાંઅ અવ્યા હતાં જેથી કરીને હેલિકોપ્ટરને ઘેરી શકાય. સફેદ અને વાદળી રંગની પટ્ટીઓ ધરાવતું આ હેલિકોપ્ટર થોડી વાર બાદ જ પીઓકેના કાહુટા વિસ્તારમાં પાછુ ફર્યું હતું.
એક સૂત્રના જણાવ્યા પ્રમાણે, અમારા હવાઈ સુરક્ષાએ જે સમયે તે હેલિકોપ્ટરસ્ને ભારતીય સરહદમાં પ્રવેશતા જાયું, તે સમયે હેલિકોપ્ટર સારી એવી ઉંચાઈએ હતું. સુરક્ષાકર્મીઓએ ગ્રાઉંડ પરથી જ તેને નિશાન બનાવીને ફાયરિંગ શરૂ
આભાર – નિહારીકા રવિયા કરી દીધું હતું અને થોડી જ મીનિટોમાં જ તે હેલિકોપ્ટર પાકિસ્તાની સરહદમાં પરત ફર્યું. પાકિસ્તાનના કેટલાક અહેવાલમાં જાણવા મળ્યું છે કે, તે હેલિકોપ્ટરમાં Pok વડાપ્રધાન સવાર હતાં, જાકે અમે તેની પુષ્ટી નથી કરતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





