ભારતમાં રસ્તે ચાલતા ૫૬ યાત્રીઓ દરરોજ પોતાનો જીવ ગુમાવે છે

0
17

ન્યુ દિલ્હી,તા.૧
ભારત સરકારે જાહેર કરેલ આંકડાઓ પરથી જાણવા મળ્યું કે, દેશમાં દરરોજ લગભગ ૫૬ જેટલા યાત્રીઓ રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ભારત સરકારનાં આંકડા અનુસાર ૨૦૧૪માં રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યકિત ઓની સંખ્યા ૧૨,૩૩૦ હતી જે ૨૦૧૭માં વધીને ૨૦,૪૫૭ સુધી પહોંચી ગઈ હતી. જા આપણે સરકારી આંકડાઓ અનુસાર જાઈએ તો ભારતમાં દરરોજ રસ્તા પર ચાલતા લગભગ ૫૬ જેટલા યાત્રીઓ રોડ અક્સમાતમાં પોતાનો જીવ ગુમાવે છે.
સરકારી આંકડા પરથી સાબિત થાય છે કે, ભારતમાં રસ્તે ચાલનારા યાત્રીઓ સૌથી વધારે અસુરક્ષિત છે. સાઈકલ અને બાઈક ચાલકોની ગણતરી પણ અસુરક્ષિત યાત્રીઓમાં થાય છે. સત્તાવાર આંકડાઓ અનુસાર ૨૦૧૭માં રોડ અકસ્માતમાં દરરોજ કુલ ૧૩૩ બાઈક ચાલક અને ૧૦ સાઈકલ ચાલકનાં મોત થયા છે. રાજ્ય અનુસાર આંકડાઓ જાવામાં આવે તો ૨૦૧૭માં સૌથી વધુ રોડ અકસ્માત તમિલનાડુમાં થયા છે. જ્યારે બીજા નંબર પર મહારાષ્ટ્ર અને ત્રીજા નંબર પર આંધ્રપ્રદેશની ગણતરી કરવામાં આવે છે.
સરકારી આંકડાઓ અનુસાર ૨૦૧૭નાં રોડ અકસ્માતમાં તમિલનાડુમાં ૩૫૦૭, મહારાષ્ટÙમાં ૧૮૩૧ જ્યારે આંધ્રપ્રદેશમાં ૧૩૭૯ લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા હતાં. આ જ પ્રમાણે બાઈક ચાલકોનાં મૃત્યાંક જાઈએ તો તેમાં પણ તમિલનાડુ પહેલા નંબર પર આવે છે. તમિલનાડુમાં ૬૩૨૯, ઉત્તર પ્રદેશમાં ૫૬૯૯ અને મહારાષ્ટ્રમાં ૪૫૬૯ લોકોએ રોડ અકસ્માતમાં પોતાનાં જીવ ગુમાવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY