વિદેશમાં ૭૭૩૭ ભારતીયો જેલોમાં બંધ,નેપાળમાં ૫૪૧ તો પાક.માં ૪૭૧ કેદીઓ

0
8

ન્યુ દિલ્હી,તા.૨૬
વિદેશમાં ૭૭૩૭ ભારતીયો જેલોમાં બંધ છે તેમ લોકસભામાં આજે જણાવવામાં આવ્યું હતું. એક લેખિત પ્રશ્રના જવાબમાં વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન વી કે સિંહે જણાવ્યું હતું કે જ્યારે પણ આવા કેદીઓની સજા પૂર્ણ થઇ જાય છે ત્યારે ભારતીય દૂતાવાસ તેમને સ્વદેશ મોકલવા માટે એર ટિકિટ બનાવી આપવા સહિતની મદદ કરે છે. સિંહે જણાવ્યું હતું કે આવા પ્રકારની મદદ કરવા પાછળ માર્ચ, ૨૦૧૫થી માર્ચ, ૨૦૧૮ દરમિયાન ૨,૭૨,૨૪,૯૬૯ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
મંત્રાલયને ૨૦ જુલાઇ, ૨૦૧૮ સુધીમાં મળેલી માહિતી મુજબ વિવિધ દેશોની જેલોમાં ૭૭૩૭ ભારતીયો બંધ છે. સત્તાવાર આંકડા અનુસાર નેપાળમાં ૫૪૧ ભારતીય કેદીઓ છે. જ્યારે પાકિસ્તાનમાં ૪૭૧ ભારતીયો જેલમાં બંધ છે. મે, ૨૦૧૮ની માહિતી મુજબ ખાડી દેશોમાં ૪૬૦૪ ભારતીયો જેલોમાં બંધ છે.
એક અન્ય પ્રશ્રના જવાબમાં સિંહે જણાવ્યું હતું કે ૨૦૧૭માં ૧૩ દેશોમાં ૫૬ ભારતીયો પર હુમલા કરવામાં આવ્યા હતાં. ચાલુ વર્ષમાં ૧૭ જુલાઇ સુધીમાં ૧૭ દેશોમાં ૩૧ ભારતીયો પર હુમલા કરવામાં આવ્યા છે.
વિદેશમાં ફસાયેલા ઝારખંડના મજૂરો અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં સિંહે જણાવ્યું છે કે ૨૦૧૬ થી ૨૦૧૮ દરમિયાન મલેશિયામાંથી ૮૬, સાઉદી અરેબિયામાંથી ૩૧, માલાવીમાંથી બે, ઇરાકમાંથી એક, ઇથોપિયામાંથી એક તથા અફઘાનિસ્તાનમાંથી ચાર ભારતીયોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY