રૂપિયો સતત નબળો પડતો હોવાથી કાર,ટીવી થઈ શકે છે મોંઘા

0
14

ન્યુ દિલ્હી,તા.૨૬
જીએસટી કાઉન્સિલ દ્વારા તાજેતરમાં જ ટેક્સમાં કપાતને લઈને એવી શક્્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે ટીવી અને કાર જેવી વસ્તુઓ સસ્તી થશે પરંતુ આ પ્રકારની આશાઓ પર હવે પાણી ફરતુ દેખાઈ રહ્યું છે. અને આનું કારણ છે કે રૂપિયામાં સતત આવી રહેલી નરમાશ. રૂપિયો નબળો પડી રહ્યો હોવાના કારણે આ વસ્તુઓ સાથે જાડાયેલા પાટ્‌ર્સની આયાત મોંઘી થઈ રહી છે. હવે ટીવી અને કાર મેન્યુફેક્ચરર્સ કીંમતોમાં વધારાને લઈને વિચાર કરી રહ્યા છે.
અમેરિકામાં વ્યાજદરોમાં થયેલા વધારા અને ટ્રેડ વોરને લઈને વૈશ્વિક સ્તર પર અનિશ્ચિતતાની સ્થિતી હોવાના કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં ડોલર તેજીથી મજબૂત થયો છે અને રૂપિયો ડોલરની સરખામણીએ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. રૂપિયો અત્યારે એશિયાની સૌથી ખરાબ પર્ફોમન્સ આપનારી કરન્સીઝ પૈકી એક બની ગયો છે.
અત્યારે મેન્યુફેક્ચરિંગ કરતી સ્થાનિક કંપનીઓને અન્ય દેશમાંથી ઈલેક્ટ્રિક, ઈનર પાટ્‌ર્સ, ઈસીયૂ, એન્જીન અને ટ્રાંસમિશન પાટ્‌ર્સ જેવી વસ્તુઓની આયાત કરવી પડે છે. કંપની દ્વારા જાપાની પેરેંટ ફર્મ સુઝુકીને રોયલ્ટી મેનેન્ટ કરવાનું હોય છે. તો આ સીવાય અન્ય વેરિએબલ્સ પણ કંપનીના ફાઈનાન્સને પ્રભાવિત કરે છે. મહત્વનું છે કે કંપનીઓ પોતે જે પ્રોડક્ટ ભારતમાં તૈયાર કરે છે તેના કેટલાક પાટ્‌ર્સ અન્ય દેશોમાંથી આયાત કરવા પડે છે અને અત્યારે રૂપીયામાં નરમાશને કારણે કંપનીઓને પાટ્‌ર્સ આયાત કરવા મોંઘા પડી રહ્યા છે. ત્યારે વર્તમાન સમયમાં ઈલેકટ્રોનિક્સ અને કાર જેવી પ્રોડક્ટ્‌સ સસ્તી થાય તેવી શક્્યતાઓ દેખાતી નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY