ભરૂચ સ્ટેશન રોડ પર એસ.ટી ડેપો પાસે કારમાં આગ લાગતાં દોડ ધામ મચી…કોઈ જાનહાની થવા પામી નથી

0
256

આજ રોજ સવાર ૮ વાગ્યાના સુમારે ભરૂચ સ્ટેશન રોડ પર એસ.ટી.ડેપો પાસે એક સી.એન.જી કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં નાસ ભાગ મચી જવા પામી હતી.

ભરૂચ સ્ટેશન રોડ પરથી પસાર થઈ રહેલા ઈમ્તિયાઝ પટેલ રહે, કાંઠારીયાનાઓ પોતાની મારૂતિ ઝેન સી.એન.જી મોટરકાર નંબર જીજે-૭-એજી-૧૦૮૬ લઈને સવારે ૮ વાગ્યાના સુમારે પોતાના પરિવાર સાથે બહાર જઈ રહ્યા હતા તે દરમ્યાન કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતાં ચાલુ ગાડીએ લોકોએ બુમો પાડતાં ઈમ્તિયાઝ પટેલ પોતાની મોટરકાર ને બાજુ પર ઉભી રાખી દીધી હતી.અને જલ્દી થી પરિવાર સહિત બહાર નીકળી ગયા હતાં.

બનાવ ની જાણ તાત્કાલિક ભરૂચ નગરપાલિકા ફાયરબ્રિગેડના લાશ્કરોને કરવામાં આવતાં તેવો દ્રારા બનાવ વાળી જગ્યા પર પહોંચી કારમાં લાગેલ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY