ગત તારીખ ૨૦/૮/૧૮ ના રોજ ભરૂચના પૂર્વ ધારાસભ્ય મહંમદ ફાંસીવાલાના નિધન બાદ આજ રોજ પટેલ વેલ્ફર હોસ્પિટલ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજવામાં આવી હતી.જેમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ સહિત કોંગ્રેસ પાર્ટીના આગેવાન અર્જુન મોઢવાડીયા સહિત કોંગી આગેવાનો ઉપસ્થિત રહી સર્વધર્મ પ્રાર્થના કરી શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતાં.

ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલ ના પ્રમુખ મહંમદ ફાંસીવાલાના દુખદ અવસાનના સમાચાર ભરૂચ જિલ્લામાં પ્રસરતા ભરૂચ જિલ્લા સહિત કોંગી કાર્યકરો સહિત તમામ સમાજના લોકોમાં ભારે શોકની વ્યાપી જવા પામી હતી.તેમના માદરે વતન કરમાડ ખાતે તેમની દફન વિધિ કર્યા બાદ આજ રોજ ભરૂચ પટેલ વેલ્ફર હોસ્પીટલ ખાતે મહંમદ ફાંસીવાલાની સર્વધર્મ પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી.
આ પ્રાર્થના સભામાં કોંગ્રેસના અનેક દિગ્ગ્જો સહિત રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલ, અર્જુન મોઢવાડીયા,શંકરસિંહ વાઘેલા,વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા,ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા ખુમાનસિંહ વાંસિયા,સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો સહિત તમામ ધર્મના લોકો ઉપસ્થીત રહી મહંમદ ફાંસીવાલાને શ્રધાંજલિ અર્પિત કરી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




